Book Title: Sardar Shreena Prerak Prasango
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

Previous | Next

Page 44
________________ થતું ખરું, પરંતુ તેઓએ બાપીકા ઘરમાં પગ સરખો મૂકયો નહીં. ૨૧ ધારણા ખોટી પાડી સરદારશ્રી જયપુરમાં કોંગ્રેસ અધિવેશનમાં હાજરી આપવા એક દિવસ જીપગાડીમાં બેસીને જતા હતા. સરદારશ્રી આગલી બેઠક પર બેઠા હતા. તેમનાં સુપુત્રી મણિબહેન પાછળની બેઠકમાં બેઠાં હતાં. જીપગાડી “નેતા-શિબિરના પ્રવેશદ્વાર પાસે આવીને ઊભી રહી. સરદારશ્રી ધીમેથી ઊતરવા લાગ્યા. તેમણે એક પગ જમીન પર મૂક્યો અને બીજો પગ હજી મોટરમાં જ હતો. એવામાં ડ્રાઇવરે માન્યું કે, સરદારશ્રી મોટરમાંથી નીચે ઊતરી ગયા છે. , એટલે તેણે જીપ ગાડી ચાલુ કરી દીધી! જીપગાડી ચાલતાં જ સરદારશ્રી જમીન પર ગબડી પડ્યા ! એમને થોડું વાગ્યું પણ ખરું. તરત જ “નેતા-શિબિર” પાસે ઊભેલા લોકો દોડી આવ્યા અને સરદારશ્રીને મદદ કરવા લાગ્યા. શીખ ડ્રાઇવર ગાડીને એકદમ ઊભી રાખીને ત્યાં દોડી ' ૪૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66