Book Title: Sardar Shreena Prerak Prasango
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 41
________________ માટે અમે ફંડફાળામાં જે કંઈ આપવાના હોઈએ તે તરતો તરત આપી દઈને એ ઋણમાંથી મુક્તિ અનુભવીએ છીએ.” ૧૮ “તે તો મને ઓળખે છે ને?' એક વાર પંજાબ મહાવિદ્યાલયના પદવીદાન સમારંભ વખતે સરદારશ્રી એનું ઉદ્દઘાટન કરવા આવ્યા હતા. ' તે વખતે એક વિદ્યાર્થીએ સરદારશ્રીની પાસે આવીને તેમને પ્રણામ કર્યા. સરદારશ્રીએ એ વિદ્યાર્થીને આવકારતાં પૂછ્યું : ‘કેમ, મજામાં છે ને ?' વિદ્યાર્થીએ કહ્યું : “જી હા.” થોડી વાર પછી સરદારશ્રીને તેમના એક સાથીએ પૂછ્યું : આપ પેલા વિદ્યાર્થીને ઓળખો છો ખરા?' સરદારે કહ્યું: ના.' પેલા સાથીએ જરા નવાઈ પામીને કહ્યું : ‘આપે એની સાથે વાત તો એ રીતે કરી, જાણે આપ એને પહેલેથી સારી પેઠે ઓળખતા હો !” સરદાર હસતા હસતા બોલ્યા : હું ભલે એને ઓળખતો નહીં હોઉં, પણ તે તો મને ઓળખે છે ને ?' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66