Book Title: Sardar Shreena Prerak Prasango Author(s): Mukul Kalarthi Publisher: Navjivan Prakashan MandirPage 40
________________ આપી શકે. મને લાગે છે કે અમારી કિસાન આલમને સળગાવીને જ અહીંથી તમે જશો.” દાન એટલે ધર્મણ એક વાર સરદારશ્રી કોંગ્રેસ માટે ફાળો ઉઘરાવવા રંગૂન ગયા હતા. તે વેળાએ જ્યારે તેઓ ચીનાઓની પાસે ફંડ ઉઘરાવવા જતા, ત્યારે ચીનાઓ તેમની ટીપમાં કશું લખાવતા નહીં. પરંતુ ઘરમાં જે કંઈ રૂપિયા હોય તેમાંથી યથાશક્તિ રકમ લાવીને હાથોહાથ આપી દેતા. કેટલાક ચીનાઓ તો અમુક રકમનો ચેક જ તરતો તરત લખીને આપી દેતા. ' સરદાર માટે આ નવો અનુભવ હતો. બીજા લોકો તો ટીપમાં અમુક રકમ લખાવી દેતા અને પછીથી એટલી રકમ મોકલવાની બાંયધરી આપતા. - ચીનાઓનું આવું વર્તન જોઈને સરદારશ્રીએ એક ચીની ગૃહસ્થને એનું કારણ પૂછ્યું. એ ચીની ગૃહસ્થ જવાબમાં કહ્યું: “આ તો ધર્મણ કહેવાય. ટીપમાં આંકડો લખાવ્યા પછી તેટલા પૈસા પાસે ન હોય, તો જેટલા દિવસ એ આપતાં મોડું થાય તેટલા દિવસનું દેવું જ અમારા ઉપર ચડે. અને એ ધર્મઋણનું પાતક અમારા લોકોમાં આકરામાં આકરું ગણાય છે. (૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66