Book Title: Sardar Shreena Prerak Prasango Author(s): Mukul Kalarthi Publisher: Navjivan Prakashan MandirPage 38
________________ આખા મુલકની ખબર રાખો છો અને પોતાનાં છોકરાંની નહીં ?' સરદાર કહે : “છોકરાં હવે મોટાં થયાં. પોતે પોતાનું સંભાળી લે.” આખરે સૌ ઊઠ્યા. દીકરાએ કહ્યું : ‘ત્યારે ઊઠીએ છીએ, બા.” એટલે ડોશીમા પોતાના મનમાં ક્યારની ઘોળાયા કરતી વાત પાછાં યાદ કરીને બોલ્યાં : . . . ભાઈને કહેજોની, તે ક્યાંક જોઈ રાખશે.” સરદાર કહે : કેમ, એમને શા સારુ કહેવું?' ડોશીમાએ ટકોર કરી : ‘તમે તો છોકરાં શું ભણે છે તે જાણતા નથી, તો દીકરીને માટે વર શી રીતે શોધવાના હતા ?' સૌ હસતાં હસતાં નીચે ઊતર્યા. ઘડીક પછી તો ડોશીમાના આ દીકરાને હજારોની સભા આગળ ભાષણ આપવાનું હતું. ખેડૂતોના નાડપારખુ સરદારશ્રી ૧૯૨૯માં મદ્રાસ ગયા હતા. ત્યાં તેમનાં તેજીલાં ભાષણોથી લોકો મુગ્ધ બની ગયા હતા. એક વૃદ્ધ ખેડૂત તો સરદારનાં ભાષણો ઉપર એવો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66