Book Title: Sardar Shreena Prerak Prasango
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

Previous | Next

Page 10
________________ સરદારશ્રી વકીલ થયા. પછી તેમણે ગોધરામાં વકીલાત શરૂ કરી. તેમનાં ધર્મપત્ની ઝવેરબા સાથે તેઓ ગોધરા ગયા. ઘર નવેસરથી શરૂ કરવાનું હતું. સરદાર પાસે કાંઈ જ સાધન ન હતું. ઘર માંડવા માટે જોઈતાં વાસણસણ અને બીજું રાચરચીલું પણ સસ્તું મળે એ સારુ તેઓ નડિયાદની ગુજરીમાં ગયા અને ત્યાંથી એ બધું વેચાતું લીધું. તે વખતે સરદાર પાસે પૈસા પણ ન હતા. એટલે તેમણે એટલા પૈસાનું દેવું કર્યું હતું. ગોધરામાં ઘર અને વકીલાત હજી શરૂ કરતા હતા, ત્યાં તો ગોધરામાં પ્લેગ ફાટી નીકળ્યો! ઘેર ઘેર પ્લેગના કેસ બનવા લાગ્યા. ૩ પ્લેગ સામે બાથ ગોધરાની કોરટના નાજર સરદારશ્રીના સ્નેહી થતા હતા. તેમનો દીકરો પ્લેગમાં સપડાયો ! સરદારને આ વાતની ખબર પડી. એટલે તેઓ તરત જ નાજરને ઘેર દોડી ગયા. ત્યાં જઈને સરદાર દરદીની સેવામાં લાગી ગયા. દરદીને બચાવી લેવાના બધા ઉપાયો અજમાવી જોયા. પરંતુ. દરદી બચ્યો નહીં ! સ.પૂ.પ્ર.૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66