Book Title: Sardar Shreena Prerak Prasango Author(s): Mukul Kalarthi Publisher: Navjivan Prakashan MandirPage 18
________________ ‘માટે ભગવાનને માથે રાખી જુબાની આપો છો તો સાચું બોલો. નહીં તો સવાલો પૂછીને તમારાં બધાં પોકળ મારે ખોલાવવાં પડશે !' પેલો પોલીસપટેલ તો ડઘાઈ જ ગયો અને બધું ઘણુંયે તૈયાર કરીને આવ્યો હતો, છતાં જુબાનીમાં સાવ તૂટી ગયો ! પેલા બંને આરોપીઓ છૂટી ગયા. સરદાર બૅરિસ્ટરી કરતા હતા, તે અરસામાં ઉમરેઠ ગામમાં ખોટા દસ્તાવેજોના જોર ઉપર કેટલાયે માણસો ઉપર ખોટા દાવા થયેલા. કોઈના ઉપર અદાવત હોય, તો તેની સામે ખોટો દસ્તાવેજ ઊભો કરી દાવો માંડવામાં આવતો અને તેને હેરાન કરવામાં આવતો. આવા કેસો છેક હાઈકોર્ટ સુધી પહોંચેલા અને જ્યાં દસ્તાવેજના ખોટાપણાની ખાતરી થઈ ત્યાં હાઈકોર્ટમાં જજોએ સખત ટીકા કરેલી તથા એવા દસ્તાવેજ રજૂ કરનાર ઉપર ફોજદારી કેસ ચલાવવાના હુકમો કાઢેલા. છેવટે તપાસ કરી ગુનેગારોને પકડવા માટે એક ખાસ પોલીસ અમલદાર નીમવામાં આવ્યો. તેણે એક ખોટા દસ્તાવેજ બનાવનારને એપ્રૂવર બનાવ્યો. એપ્રૂવર તેને કહેવાય જે પોતાના ગુના કબૂલ કરે છે અને ગુનામાં સંડોવાયેલા બધાનાં નામ આપે છે; એ બદલ તેને સરકાર તરફથી માફી બક્ષવામાં આવે છે. સ.પ્રે.પ્ર.-૩ Jain Education International ૧૭ For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66