________________
આ હુમલાથી તે ગભરાઈ ગયો અને જુબાનીમાં ટકી શક્યો નહીં.
માતૃભાષાનો આગ્રહ ૧૯૨૦ની સાલમાં ગાંધીજીએ અસહકારની લડત જાહેર કરી.
તે વખતે અસહકારની ચળવળ સામે અંગ્રેજ સરકારે એક યાદી બહાર પાડીને જણાવ્યું હતું કે,
જે કોઈને હિંદનું સાચું હિત હૈયે છે તે સર્વ લોકોએ એકઠા થઈ આ હિલચાલની સામા થવું જોઈએ તથા કાયદા અને સુલેહના અમલ માટે સંગઠિત યત્નો કરવા જોઈએ.'
સરકારની આવી અપીલ જોઈને અમદાવાદ શહેરના મૉડરેટો અને સરકાર પક્ષના માણસોએ સ્થાનિક નૅશનલ હોમ રૂલ લીગ તરફથી નીચેના વિષય ઉપર એક જાહેર સભા ગોઠવી :
અસહકાર – તેનું કાર્ય, વિકાસ અને સાય.' : આ સભામાં અસહકારીઓએ પણ સારી સંખ્યામાં હાજરી આપી. સરદારશ્રી પણ તેમાં ગયા.
સભામાં કલેકટર, પોલીસ ખાતાના અમલદારો, મૅજિસ્ટ્રેટો, મામલતદાર તથા એ બધાની કચેરીના કારકુનોએ પણ ઠીક જગ્યા રોકી હતી.
મુખ્ય ભાષણકર્તા પોતાનું ભાષણ અંગ્રેજીમાં લખી લાવ્યા હતા.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org