Book Title: Sardar Shreena Prerak Prasango
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 23
________________ પછી તો હરિજનો માટેનું એ અલગ સ્થાન પરિષદમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું. સરદારશ્રીનો ભાષણ કરવાનો વારો આવ્યો. તેઓ મંચ ઉપર ન ગયા, પરંતુ પોતાને સ્થાને જ ઊભા થઈને તેમણે ભાષણ કર્યું. પરંતુ સરદારે પોતાના ભાષાગમાં આ ઘટના વિશે જરા પણ ઇશારો કર્યો નહીં. ઇશારો શું કામ કરે? એ વિશે તો સરદારનું મૌન જ વધારે અસરકારક હતું. પશ્ચિમના સુધારા સામે લાલબત્તી પશ્ચિમની પદ્ધતિ દાખલ કરવામાં કેટલું જોખમ રહેલું છે, એ સામે સરદારશ્રીએ ૧૯૨૦માં અસહકારની લડત વેળાએ જે ચેતવણી આપી હતી, એ આજે પણ વિચારવા જેવી છે. તેમણે કહ્યું હતું : કેટલાક પશ્ચિમના સુધારાના પૂજારી છે. તેઓ રેટિયામાં દેશને દોઢસો વરસ પાછો લઈ જવાનો ડર દેખી રહ્યા છે. ‘પશ્ચિમનો સુધારો જગતની અશાંતિનું મૂળ છે એ તેઓ જોઈ શકતા નથી. “રાજા અને પ્રજા વચ્ચે ક્લેશ કરાવનાર, મોટી મોટી સલ્તનતોના ભુક્કા ઉડાવનાર, મહાન રાજ્યાને ગ્રહોની માફક અથડાવી પૃથ્વીનો પ્રલય આણનાર, માલિકો અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66