Book Title: Sardar Shreena Prerak Prasango
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 22
________________ સરદારે પહેલ કરી ૧૯૨૨ના નવેમ્બરના અરસામાં વઢવાણ મુકામે અબ્બાસ સાહેબના પ્રમુખપણા નીચે કાઠિયાવાડ રાજકીય પરિષદ ભરાઈ હતી. ગાંધીજીનાં રચનાત્મક કાર્યો વિશે લોકો કેટલું ઓછું સમજતા હતા એનો અહીં સારો પરિચય સરદારને થયો. આ પરિષદમાં અસ્પૃશ્યતાનિવારણ અંગે ઠરાવ પસાર કરવામાં આવવાનો હતો. પરંતુ પરિષદના વ્યવસ્થાપકોએ ભારે ગફલત કરી હતી. તેઓ મૂળ મુદ્દો જ ચૂકી ગયા હતા ! હરિજનો માટે બેસવાની આ પરિષદમાં અલગ જગ્યા રાખવામાં આવી હતી! એક સ્વયંસેવક હરિજન પ્રતિનિધિઓ તથા પ્રેક્ષકોને બીજાઓને ન અડવા અને તેઓને માટે અલગ રાખેલા સ્થાને બેસવા સૂચનાઓ આપતો હતો. હરિજનો બાપડા પણ હા બાપુ, હા” એમ કહીને એ સૂચનાનો અમલ કરતા સંકોચાઈને બેસતા હતા ! એવામાં સરદાર સભામાં આવ્યા. સરદારની ચકોર નજરે આ વસ્તુ તરત જ પડી. એટલે સરદાર ઊઠીને હરિજનોની વચ્ચે જઈને બેઠા. દરબાર સાહેબ ગોપાળદાસ અને તેમનાં ધર્મપત્ની ભક્તિબા પણ સરદારને અનુસર્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66