Book Title: Sardar Shreena Prerak Prasango Author(s): Mukul Kalarthi Publisher: Navjivan Prakashan MandirPage 26
________________ પાળાઓના કબજામાં એ મંદિરો હતાં તેઓ સાથે અથડામણ થવા લાગી. આમ ગામેગામ મારામારીના પ્રસંગો ઊભા થતાં જિલ્લામાં શાંતિનો ભંગ થવા લાગ્યો. એટલે બંને પક્ષના સાધુઓ અને પાળાઓ આ રીતે શાંતિનો ભંગ ન કરે એ સારુ તેઓ પાસે જામીન લેવા માટે સામસામે કેસ કરવામાં આવ્યા. એવા એક કેસમાં પહેલા નંબરના તહોમતદાર તરીકે યજ્ઞપુરુષોત્તમદાસજી મહારાજ હતા. આ કેસ બોરસદના રેસિડન્સી મૅજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલો હતો. વલ્લભભાઈને આ વાતની થોડીઘણી જાણ તો હતી . છતાં પોતાના ટીખળી સ્વભાવ પ્રમાણે તેમણે કહ્યું: ‘મોટાકાકા, મહારાજ ઉપર વળી વૉરંટ કેવું? એ તો પુરુષોત્તમ ભગવાનનો અવતાર કહેવાય. આપણને સૌને આ ભવમાંથી છોડાવનારા. એમને પકડનારા કોણ હોય ?' પિતા જરા અંકળાઈને બોલ્યા : “અત્યારે તારું આ ટીખળ જવા દે! મેં પાકે પાયે સાંભળ્યું છે કે વડતાલ અને બોચાસણનાં મંદિરોના કબજા સંબંધી તકરાર થઈ છે અને તેમાં આપણા મહારાજ ઉપર પણ વૉરંટ નીકળ્યું છે. તારે એ વૉરંટ રદ કરાવવું જ પડશે. મહારાજને પકડે તો તો મારી સાથે તારી પણ આબરૂ જાય !” - એ સાંભળીને વલ્લભભાઈએ કહ્યું : સ.પ્ર.પ્ર.-૪ ૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66