Book Title: Sardar Shreena Prerak Prasango
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 28
________________ ૧૧ જોયા તમારા સૂબા!” વલ્લભભાઈના મોટાભાઈ વિઠ્ઠલભાઈને ટીખળ કરવાની બહુ ટેવ હતી. એક વાર વિઠ્ઠલભાઈ સરદારશ્રીને મળવા અમદાવાદ આવ્યા હતા. તે વેળાએ વિઠ્ઠલભાઈને સરદારની ટીખળ કરવાનું મન થઈ ગયું. અમદાવાદમાં ભદ્ર વિસ્તારમાં સરદાર જે મકાનમાં રહેતા હતા, ત્યાં સરદારના દીવાનખાનાના ઓરડાની બાજુના છજામાં પાયખાનું હતું. | વિઠ્ઠલભાઈ આવેલા, એટલે કેટલાક મિત્રો તેમને મળવા આવ્યા હતા. વાતો ચાલતી હતી તે દરમિયાન સરદારશ્રી પાયખાને ગયા. થોડી વાર થઈ, એટલે વિઠ્ઠલભાઈએ ઊઠીને બહારથી પાયખાનાની સાંકળ દઈ દીધી! પછી ઠાવકું મોં રાખીને ત્યાં આવેલા મિત્રો સાથે વાતો કરવા વિઠ્ઠલભાઈ બેઠા. થોડી વાર થઈ અને સરદારે પાયખાનામાંથી બહાર નીકળવા બારણું ખોલવા માંડ્યું, પણ ઊઘડ્યું જ નહીં. સરદારે અંદરથી ઠોકવા માંડ્યું, જેથી કોઈએ ભૂલમાં બારણું બહારથી વાસી દીધું હોય, તો આવીને કોઈ ઉઘાડે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66