Book Title: Sardar Shreena Prerak Prasango Author(s): Mukul Kalarthi Publisher: Navjivan Prakashan MandirPage 25
________________ મોટાકાકા, તમે હમણાં અહીં ક્યાંથી ?', ઝવેરબાપા ખુરશી પર બેસી થાક ઉતારતા બોલ્યા : " ‘ભાઈ, તારું જરા કામ પડ્યું છે, તેથી જ આવ્યો ને !' વલ્લભભાઈ એ સાંભળીને કહે: ‘પણ મને કહેવડાવવું હતું ને? હું જાતે કરમસદ આવી જાત. બાને પણ મળાત.” પિતાએ કહ્યું : 'પણ કામ તો બોરસદમાં છે, એટલે તને ત્યાં બોલાવીને શું કરું?” વલ્લભભાઈએ પૂછ્યું: “મોટાકાકા, એવું શું કામ છે?' ઝવેરબાપા મીઠાશથી કહે : જોને ભાઈ, આખા જિલ્લામાં તારી હાક વાગે અને આપણા મહારાજ ઉપર વૉરંટ નીકળે એ કાંઈ ઠીક કહેવાય ? તું બેઠો છતાં મહારાજને પોલીસ પકડી શકે એ શોભે ખરું ?' વાત એમ બની હતી કે, યજ્ઞપુરુષોત્તમદાસજી નામના એક સ્વામીનારાયણ સાધુ હતા. તેમણે વડતાલની ગાદીથી જુદા પડી જઈને બોચાસાગમાં ગાદી સ્થાપી હતી. ઝવેરબાપા પોતે બોચાસાગવાળા નવા પંથમાં જોડાયા હતા. જ્યારે યજ્ઞપુરુષોત્તમદાસજી વડતાલથી જુદા પડ્યા, ત્યારે તેમની સાથે બીજા કેટલાક સાધુઓ અને પાળાઓ પણ ભળ્યા. વડતાલના મંદિરના તાબામાં જે મંદિરો ગામેગામ હતાં, એ બધાંને તેઓ કબજે કરવા લાગ્યા. એટલે વડતાલના અસલ પક્ષના જે સાધુઓ અને २४ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66