Book Title: Sardar Shreena Prerak Prasango
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

Previous | Next

Page 13
________________ એમ માનીને તેઓ રમવાને કબૂલ થયા. પહેલે દિવસે રમવા બેઠા. બીજા વકીલો પણ આ મફતનો તમાશો જોવા આસપાસ વીંટળાઈ વળ્યા. પરંતુ પહેલે જ દિવસે બ્રોકર અને વાડિયા પંદર કે વીસ પાઉન્ડ હાર્યા! એ લોકોને થયું, આ તો રમત છે, એમાં કોઈ વાર હારી પણ જવાય. પણ બીજે દિવસે એ લોકોનાં ખીસાં ખાલી કરતાં વાર કેટલી ? બીજે દિવસે વાડિયા અને બ્રોકર સરદાર સાથે રમવા તૈયાર થયા. સરદાર તો તૈયાર જ હતા. સામા માણસનો પડકાર ઝીલવામાં સરદારને મજા પડતી. આ ટેવ તો એમને નાનપણથી જ હતી. બીજે દિવસે બ્રિજની રમત શરૂ થઈ. સરદારે ઠાવકાઈથી રમવા માંડ્યું. પાણ વાડિયા સાહેબ પચીસ કે ત્રીસ પાઉન્ડ હારી બેઠા! એમનાં મોં જોવા જેવાં થઈ ગયાં. કલબમાં તો હાહાકાર ફેલાઈ ગયો. કેટલાક વકીલો તો આવી મોટી શરત બકીને રમવાની કલબમાં બંધી કરવી જોઈએ એવી વાતો જોરશોરથી કરવા લાગ્યા. પરંતુ સરદાર તો પોતાની ટેવ મુજબ છાનામાના બધો તમાશો જોતા હતા. વાડિયા અને બ્રોકર નમતું જોખે છે કે , ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66