________________
કોઈ એને કાઢતું નહોતું ! એટલે બધાંનું દુ:ખ ઊભું ને ઊભું રહેતું.
‘ગઈ કાલનો મેં નિશ્ચય કર્યો હતો કે, આજે તો તેને કાઢી જ નાખવો. એટલે એને કાઢી નાખવાના કામે રોકાયો હતો. એને કાઢીને દૂર ફગાવી દીધો !'
‘દુ:ખથી ગભરાય એ બીજા !’
સરદારશ્રી મૅટ્રિક થયા પછી વકીલ થવા માગતા હતા. એ માટે તેઓ ઘેર રહીને ‘ડિસ્ટ્રિક્ટ પ્લીડર'ની પરીક્ષાનો અભ્યાસ કરતા હતા.
આ અભ્યાસ દરમિયાન સરદારશ્રી તેમના એક મિત્રને ત્યાં વાંચવા માટે બે મહિના બાકરોલ ગયા હતા.
એવામાં સરદારને કાબિલાડી થઈ.
બાકરોલ જેવા નાનકડા ગામમાં બીજા ઉપાયો તો શેના જડે ?
ગામના એક ભાઈએ સરદારને કહ્યું :
‘વલ્લભભાઈ, કાબિલાડી માટે એક અકસીર દેશી ઉપાય છે ખરો. પણ દુ:ખ સહન કરવાની તમારી તૈયારી હોય, તો એ ઉપાય અજમાવી શકાય. કાચાપોચાનું એમાં કામ નહીં. બોલો, છો તૈયાર ?'
સરદારશ્રીએ તરત જ કહ્યું :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org