Book Title: Sardar Shreena Prerak Prasango Author(s): Mukul Kalarthi Publisher: Navjivan Prakashan Mandir View full book textPage 7
________________ બીજાએ પાછળ જોઈને કહ્યું : ‘એ પેલો જણાય ! કાંઈક ગડમથલ કરતો લાગે છે.’ ત્રીજાએ બૂમ પાડી : ‘વલ્લભભાઈ, તું શું કરે છે ? કેમ પાછળ રહ્યો ?’ વલ્લભભાઈએ જવાબ આપ્યો : ‘જરા થોભો; હું આ આવ્યો.’ એમ કહીને ખેતરની હદ માટે દાટેલા પથ્થરના ખૂંટને જોરથી હચમચાવી બહાર ખેંચી કાઢવાના કામમાં વલ્લભભાઈ મંડી પડ્યા. થોડી વારમાં ખૂંટ બહાર નીકળી ગયો. વલ્લભભાઈએ એને દૂર ફગાવી દીધો. પછી તે દોડીને પોતાના સાથીઓ પાસે જઈ પહોંચ્યા. એક જણે પૂછ્યું : ‘કેમ પાછળ રહ્યો’તો ?’ વલ્લભભાઈએ સહજપણે જવાબ આપ્યો : • ‘રસ્તા વચ્ચે પથ્થરનો ખૂંટ વારંવાર નડતો હતો. આપણા જેવા અનેકને નડ્યો હશે. કોઈના પગ પણ અંધારે ભાંગ્યા હશે. એને હચમચાવી કાઢવામાં રોકાયો હતો.' એકે જરા મશ્કરીમાં પૂછ્યું : ‘કાઢ્યો કે પછી રહેવા દીધો ?’ વલ્લભભાઈએ ખુમારીમાં કહ્યું : ‘રહેવા દે એ બીજા ! જેને તેને વાગે અને હરકત કરે તેને કાચ્ચે જ છૂટકો. કેટલાયને અંધારે વાગતો હશે. છતાં Jain Education International ૬ For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66