________________
રસ્તા વચ્ચે પથ્થર
સરદાર વલ્લભભાઈ શાળામાં ભણતા હતા, ત્યારનો આ પ્રસંગ છે.
તે વખતે કરમસદમાં ગુજરાતી સાત ધોરણ સુધીની નિશાળ હતી.
ત્યાં અંગ્રેજી શાળા નહીં હોવાથી કેટલાક અંગ્રેજી ભણતા વિદ્યાર્થીઓ ત્યાંથી જ છસાત માઈલ દૂર આવેલા પેટલાદ ગામે રોજ જતા-આવતા.
ગરમીની મોસમમાં શાળાનો સમય સવારનો હતો. શાળા છસાત માઈલ દૂર હતી. તેથી વિદ્યાર્થીઓએ કરમસદથી પરોઢ થતાં પહેલાં નીકળી જવું પડતું.
ખેતરાળ રસ્તો – પગથી પડેલી. એ રસ્તે વિદ્યાર્થીઓ રોજ પેટલાદ જાયં-આવે.
એક દિવસ પાંચછ વિદ્યાર્થીઓ વહેલી સવારે કરમસદથી નીકળ્યા.
પગથી પર ચાલતાં ચાલતાં એક વિદ્યાર્થીનું ધ્યાન ખેંચાયું કે, તેમનામાંથી એક ઓછો છે ! તે આજુબાજુ જોઈને બોલી ઊઠ્યો : અલ્યા, વલ્લભભાઈ ક્યાં ગયો ?'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org