________________
(૧૬ છDDUSTEEDES •વિધિ સહિત)
તોય તેનું પાપ-કર્મ રૂપી ઝેર ઉતરી જાય છે. અને એમાં તેઓ એક દ્રષ્ટાંત પણ ટાંકે છે કે–જેને સર્પનું ઝેર ચઢયું હોય તે જીવ બેશુદ્ધ બને છે. તેની આગળ કઈ વિષ ઉતારનારો ગાડી, ગારડી મંત્રથી ઓળખાતા મંત્રને મનમાંજ જપતા હોય ત્યારે પેલે બેભાની આત્મા કશું સાંભળતા નથી અને કદાચ ગારૂડી મુખથી ઉચ્ચારીને બોલે તોય તે સાંભળવાનું નથી, એમ છતાં તેનું ઝેર પેલા મંત્રના પ્રભાવે ઉતરી જાય છે. અને તે નિર્વિષ બની જાય છે. એ જ પ્રભાવ આ સૂત્રમંત્રને છે.
ટૂંકમાં જણાવવાનું એ કે આ ક્રિયા કરવા લાયક છે. અર્થની સાચી સમજ મેળવીને થાય તો સર્વોત્તમ છે કદાચ તેવી સમજ મેળવી ન હોય તો શ્રદ્ધા અને ભાવપૂર્વક વિધિ મુજબ થાય તો પણ કર્મને બોજ હળવો કરવા, મનને નિર્મળ બનાવવા આ ક્રિયા કરવી જરૂરી છે. અસ્તુ !
પણ આવી ઉત્તમ ક્રિયાઓ ઉત્તમ ફળ ક્યારે આપે ? તો દરેક ક્રિયા વિધિની શુદ્ધિ અને ભાવની શુદ્ધિ આ બંનેની શુદ્ધિ જાળવીને થાય તો. વિધિની શુદ્ધિ એટલે કટાસણું, ચરવળ, મુહપત્તી આદિ ઉપકરણ-સાધને રવચ્છ, અખંડસારાં વાપરવાં, શુદ્ધસૂત્રોચ્ચાર, તેમજ કાયાથી થતી મુદ્રા, આસને વગેરે જે રીતે કરવાનું હોય તે રીતે કરવાં તે. આ વિધિ કે બાહ્ય શુદ્ધિ કહેવાય છે અને ઉપયોગ લયેની જાગૃતિ પૂર્વક, મનને સૂત્રાર્થાદિકના ભાવ ઉપર ત્રિકરણાગે સાવધાન રહેવું તેને ભાવશુદ્ધિ કે આત્યંતરશુદ્ધિ કહેવાય છે. આ રીતે ક્રિયા કરવાની છે. ગ્રામોફોનની રેકર્ડની જેમ સાંભળવાથી કે પોપટ પંખીની જેમ બોલી જવાથી વિશેષ લાભ થતો નથી. એટલે આ ક્રિયામાં તલ્લીન બની પરમશાંતિ જાળવી વાતચિત કર્યા વિના, આડુંઅવળું જોયા વિના, કાયાને વારંવાર હલાવ્યા વિના, મડદાલ જેવા નહિં પણ સ્વસ્થ રહીને, ટટ્ટાર બની બે હાથ જોડી સાંભળો અને પ્રમાદ છેડીને ચરવળો રાખી મુખ્ય વિધિએ ઊભા ઊભા જ કરે. સંવછરીના દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org