Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
સયાજકનું પ્રાકથન
અનુવાદ કરવાની ઇચ્છા કયારે થઈ? - વિક્રમ સંવત ૧૯૯૦માં અખિલ ભારતવષય થી જૈન શ્વેતામ્બર મૂર્તિપુજક મુનિ સંમેલન રાજનગર અમદાવાદમાં દબદબાપૂર્વક સારી રીતે પૂર્ણ થયું તેમાં જૈન સમાજ માટે લાભપ્રદ કેટલાય શુભ પ્રસ્તાવ મુકવામાં આવ્યા. એ પ્રસ્તાવોમાંથી એક પ્રસ્તાવના ફળસ્વરૂપ શ્રી જૈનધર્મ સત્ય પ્રકોશન સમિતિ' અસ્તિત્વમાં આવી. અને તે પછી તે સમિતિ દ્વારા શ્રી જન સત્ય પ્રકાશ' નામનું માસિક પ્રગટ થવા લાગ્યું. તે માસિકનો ક્રમાંક ૧૦૦ વિક્રમ વિશેષાંકના રૂપમાં પ્રગટ કરવાને સમિતિએ નિર્ણય કર્યો. એ નિર્ણયાનુસાર સમ્રાટ વિક્રમાદિત્ય ચલાવેલા વિક્રમ સંવતના ૨૦૦૦ વર્ષ પૂરા થતાં તે સમયે સંવતની બીજી શતાબ્દીની પૂર્ણાહુતિ અને ત્રીજી શતાબ્દીના આરંભ કાળમાં વિક્રમ વિશેષાંક પ્રગટ કરવાની જાહેરાત કરવામાં આવી. અને સં. ૧૯૯૯ના ચાતુર્માસ દરમિયાન શ્રીપર્યુષણ–પવાધિરાજની આસપાસના કાળમાં “શ્રી જનધર્મ સત્ય પ્રકાશન સમિતિએ વિક્રમ વિશેષાંક માટે વિદ્વાન પૂજ્ય મુનિવરાદિ તથા અન્ય લેખકોને મહારાજ વિક્રમ સંબંધી લેખ લખી મોકલવા માટે માસિક અને પત્રિકા દ્વારા વિનંતી કરવામાં આવી. મને પણ લેખ લખી મોકલવા આમંત્રણ આવ્યું.
આ સમયે સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ શ્રી મહુવા બંદરમાં શાસનસમ્રાટ, પરમોપકારી, પરમ કૃપાળુ, પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં વિક્રમ વિષે ઐતિહાસિક સાહિત્યનું સંશોધન કરી પૂજ્ય ગુરુદેવની કૃપાથી ફૂસકેપ કાગળના પર પાનનો