Book Title: Samprat Sahchintan Part 13
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 15
________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ અને “તાર હો તાર પ્રભુ” (દેવચંદ્રજીકૃત)-આટલું બોલ્યા પછી રોજ ઋષભદેવથી મહાવીર સ્વામી સુધી અનુક્રમે એક તીર્થંકરનાં પાંચ સ્તવન બોલતા. એમને દોઢસો જેટલાં સ્તવન કંઠસ્થ હતાં. છતાં સ્તવનની ચોપડીઓ પાસે રાખતા. રોજેરોજ આટલી સ્તુતિ કર્યા પછી જ તેઓ પથારીમાંથી બહાર નીકળતા. સવારે ચાપાણી વગેરે કરી, સ્નાન કરીને દસ વાગે નવસ્મરણ બેલતા. અગાઉ એમને બધું કંઠસ્થ હતું, પણ હવે ચોપડીમાં જોવું પડતું. બપોરે ભોજન પછી છાપું વાંચતા અને ફોન કરતા. ત્રણેક વાગ્યાથી લોગસ્સનું રટણ કરતા. રોજ બસો લોગસ્સ બોલતા. સાંજે શંખેશ્વર પાર્શ્વનાથનો મંત્ર બોલતા. રાત્રે સૂઈ જાય ત્યારે સ્તુતિ કરી, નવકાર બોલી સૂઈ જાય. તેઓ માળા રાખતા નહોતા, પણ આંગળીના વેઢે ગણતા. જ્યારે જુઓ ત્યારે એમનો અંગૂઠો વેઢા પર ફરતો હોય. જે દિવસે ઊંઘમાં એમણે દેહ છોડ્યો તે વખતે એમનો અંગૂઠો વેઢા પર જ હતો. પ્રભુસ્મરણ કરતાં કરતાં એમણો સમાધિમરણ પ્રાપ્ત કર્યું હતું. મૃત્યુ એમને માટે મહોત્સવ બની ગયું હતું. એમનો મૃતદેહ ઝગમગતો રહ્યો હતો. આર્થિક દૃષ્ટિએ જોઈએ તો બાપુજીનું જીવન એટલે ચડતી, પડતી અને પાછી ચડતી. બાપુજીએ યુવાનીમાં સારી શ્રીમંતાઈ જોયેલી. એમના પિતાશ્રીનો રૂ અને અનાજનો ધમધોકાર વેપાર ચાલતો. વેપારાર્થે બાપુજીને ઉત્તર ભારત અને પંજાબ સુધી કેટલીયે વાર મુસાફરી કરવાની થતી. કોઈ મોટું ગામ એવું નહિ હોય કે જે એમણે જોયું ન હોય અને ત્યાંના આડતિયાઓ અને વેપારીઓની મહેમાનગીરી માસી ન હોય. એમના કાકા ડાહ્યાભાઈ અને મોટાભાઈ સોમચંદભાઈ પ્રવાસમાં સાથે હોય. ત્રીસ બત્રીસની ઉંમર સુધી એમણો આ જાહોજલાલી જોયેલી. પાદરા, માસર રોડ, ભાયલી, ઇટોલા, મિયાગામ, જંબુસર, ભરૂચ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 174