________________
કહેતાં તાદૃશજ્ઞાનવિરોધિત્ત્વ તત્ત્વમ્ એટલું જ કહેવા દ્વારા આ દ્વિતીયકલ્પનું અનુસરણ
કરે છે. તેમાં વિરોધિત્વ તદ્વિષયવિષયકગ્રહવિરોધિવિષયત્વ કહે છે.
હવે તાદશ એટલે કે નિર્વદ્દિપર્વતો વહ્વિમાન્ ધૂમાત્ જે જ્ઞાન તેનો જે વિષય નિર્વહ્નિપર્વતઃ એ છે વિષય જેનો એવો જે નિવૃદ્ધિપર્વતગ્રહ, તેનો વિરોધિ વિષય વહિમત્પર્વત બની જ જાય. આમ તાદશજ્ઞાનવિરોધિ વહિમત્પર્વત બની જતાં લક્ષણની અવ્યાપ્તિ ન રહી.
હવે આ દ્વિતીય કલ્પમાં વિરોધિ વિષય બન્યો છે માટે વિરોધિત્વ વિષયનિષ્ઠ બને છે. પ્રથમકલ્પમાં ‘વિરોધિ જે વિષયિતા’ એમ કહ્યું છે માટે વિરોધિત્વ એ વિષયિતાનિષ્ઠ બને છે. અર્થાત્ સ્વરૂપસંબંધાત્મક જે જ્ઞાનવિષયવિષયકગ્રહનિષ્ઠપ્રતિબધ્યતાનિરૂપિતપ્રતિબંધકતાવચ્છેદકતા, તાદેશઅવચ્છેદકતાત્મક જે તાદશજ્ઞાનવિરોધિત્વ એ વિષયિતાનિષ્ઠ લેવું.
જો વિષયનિષ્ઠ તાદશજ્ઞાનવિરોધિત્વ અહીં જ લઈ લઈએ તો તે જ અગ્નિમકલ્પઘટિતલક્ષણાન્તર બની જતાં ‘યદ્વિષયકં જ્ઞાનં વિરોધિવિષયકં' એવા શેષ અંશની અહીં વ્યર્થતા સાબિત થઈ જાય માટે તેમ ન કરવા માટે વિષયિતાનિહ વિરોધિત્વ જ અહીં લેવું.
હવે આ કલ્પને છોડવાનું એક કારણ એ બતાવે છે કે આ કલ્પ ગુરુભૂત છે માટે લઘુભૂત દ્વિતીય કલ્પનું અનુસરણ કરવું આવશ્યક છે. આગળ વધતાં વૈશ્ચિત્ ના પ્રથમ કલ્પમાં નિવૃદ્ધિઃ પર્વતો વહ્વિમાન્ સ્થળની અવ્યાપ્તિ ઊભી જ રહે છે માટે દ્વિતીય કલ્પનું અનુસરણ અને તેમાં પણ વિરોધિત્વ તદ્વિષયવિષયપ્રવિોધિાવિષયત્વ કહેવું જરૂરી છે એમ કહે છે એમ થવાથી જ તાદશજ્ઞાનવિરોધિજ્ઞાન અપ્રસિદ્ધ હોવા છતાં ય હવે અવ્યાપ્તિ રહેતી નથી.
गादाधरी : अथ घटवद्भूतलादिरूपोदासीनपदार्थविषयकसमूहालम्बनात्मकपक्षतावच्छेदकावच्छिन्नविशेष्यक साध्यतावच्छेदक
विशिष्टसाध्यतद्व्याप्यहेतुप्रकारकज्ञानविषयविषयकघटवद्भूतलादिज्ञानप्रतिबन्धकज्ञानविषयघटाभाववद्भूतलादावतिव्याप्तिः
।
ઉત્તરપક્ષ : આમ કહો તો તો તમારા લક્ષણની ઉદાસીન પદાર્થમાં અતિવ્યાપ્તિ આવે
સામાન્ય નિરુક્તિ ૭ (૨૧૯)