Book Title: Sachitra Jain Tattvadarshan Part 02
Author(s): Vanitabai Mahasati
Publisher: Jain Darshan Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ મિમાંસા... મહા મહિમાવંત છે જયવંતુ જિન શાસન આપ્યંતર અવનીને પ્રકાશિત કરે છે જિનવાણી અદ્વિતીય અને અનુપમ છે જિનધર્મ... ! નવીનું હૃદય બદલવામાં ભલે વિજ્ઞાન (Science) સફળ બને પણ હૃદયના ભાવ બદલવાની તાકાત છે જ્ઞાની ભગવંતોની જ્ઞાન સમૃદ્ધ વાણીમાં... ! અધ્યાત્મ રસ પીવાની જેને તરસ છે અને આત્માની સમાધિમાં જ જેને રસ છે એવા અધ્યાત્મ જ્ઞાનપિપાસુ માટે આ પુસ્તક... આંતર જગતની ચેતનાને ખીલવી, સમ્યગ્દર્શનની ભૂમિકાથી શરૂ કરી આત્મજ્ઞાનની પૂર્ણતા સુધી લઇ જવાનો નવો રાહ સાધકની સામે ધરનારું ભવ્ય અને નવ્ય સર્જન છે ! કિંમત કોની વધારે ? પુષ્પની કે પરિમલની ? સમજી શકો છો...... આપ પુષ્પ વિના પરિમલનો જન્મ ક્યાં ? પરિમલ વિના પુષ્પનું સ્થાન ક્યાં ? જિજ્ઞાસા.. રસની કટોરી રસિકજનને માત્ર લુબ્ધ જ ન બનાવે પણ રસ માણનારને મુગ્ધ પણ બનાવે ! આ નવ્ય સર્જન શ્રુતજ્ઞાનરૂપ પુષ્પની પરિમલ છે, જેમાં ગુણસ્થાનક, લોકસ્વરૂપ તે લોકમાં પણ તિńલોક અને તે માંહેનો પ્રથમ દ્વીપ ‘જંબૂટ્ટીપ’ અને અઢીદ્વીપ વગેરે વિષયો (Subject) જે સમજવા ગહન છે તેને પ્રશ્નોત્તર જે શૈલીમાં સુગમ સરલ બનાવીને જિજ્ઞાસુ, મુમુક્ષુ જીવોની જ્ઞાન વૃદ્ધિ અર્થે સ્તુત્ય - પ્રશસ્ય પ્રયત્ન તત્ત્વવેતા બા.બ્ર.શ્રી વનિતાબાઇ મ.સ. એ કરેલ છે. અગાઉ જેઓનું ‘સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ-૧’પ્રગટ થઇ ગયેલ છે. આ છે ‘સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ-૨' સમીક્ષા... શું ભર્યું છે આ પુસ્તકમાં ? શેનું વિવેચન થયેલ છે ? તો લો વાંચો... વિચારો...... પ્રથમ પ્રારંભ થાય છે ગુણસ્થાનક. ગરવી છે ગુણસ્થાનકની ગરિમા ! સાધ્ય છે સહુનું ગુણસ્થાનકના સોપાનો ચઢી અને ગુણસ્થાનક છોડીને સિદ્ધ થવાનું ! અનાદિકાલીન મિથ્યાવૃષ્ટિ આત્મા (સત્ય ધર્મ શ્રદ્ધા વિહિન) પણ ગુણોનો વિકાસ કરીને વાદળી કાળી પણ કોર રૂપાળી' એ ન્યાયે કષાયના ભાવોને માયનસ કરતો કેમ સમ્યગ્દર્શન રૂપ રત્નના મહેલમાં પ્રવેશ કરીને સંસારને પરિત્ત-અલ્પ કરે છે, જે કર્મની પ્રકૃતિઓ આત્માને સમ્યગ્દર્શન પામવા દેતી નથી તેની સામે આત્મપુરુષાર્થ જગાવીને પૂર્ણ બનવાની પાત્રતા આ ચોથા ગુણસ્થાનકથી કેમ શરૂ કરે છે તથા આ બીજરૂપ ગુણસ્થાનકમાં રહીને પરિણામોને પવિત્ર કરતો આગળ વધીને શ્રાવકના વ્રત, સાધુના પંચ મહાવ્રત તેમજ શ્રેણીના ગુણસ્થાનોનો સ્પર્શ કરીને કેવી રીતે કયાં, કેમ ઘાતીકર્મનો ક્ષય કરી આત્મા પૂર્ણિમા જેવો વીતરાગ સર્વજ્ઞ ભગવાન બને છે. તેનું કુશલ પ્રજ્ઞાવડે પ્રશ્નાત્મક વિશ્લેષણ (Analysis) વિશદ્ વિવેચન કરીને શાસ્ત્ર સંમત ભાવોને ગુરુકૃપાથી લેખકે રજૂ કરવાનો ભગીરથ પ્રયાસ કરેલ છે. જ્યારે પુસ્તક આપના હાથમાં આવે છે ત્યારે......... સાથે સાથે આપણે જ્યાં રહીએ છીએ તે છે ‘લોક’ ૧૪ ૨ાજુ પ્રમાણ. જેના ત્રણ વિભાગ (૧) ઉર્ધ્વલોક (૨) તિતિલોક (૩) અધો લોક તેમાં તિફ્ળલોકને ‘મધ્યલોક' તરીકે પણ ઓળખી શકાય છે. જે એક રાજુ પ્રમાણ છે. જે ગોળાકારે અસંખ્યાતા દ્વીપ-સમુદ્રોથી વીંટળાયેલો છે. માત્ર આંખથી દેખાય તેટલી જ દુનિયા નથી અથવા કોલંબસે અમેરીકા બતાવ્યું પણ ત્યાં સુધી દુનિયા પૂર્ણ થતી નથી. આ તો કેવલજ્ઞાનીના પૂર્ણજ્ઞાનમાં દેખાયેલ જગત કેટલું વિશાળ છે. તે જાણે તો આશ્ચર્ય થયા વિના ન રહે ? સચિત્ર જૈન તત્ત્વ દર્શન ભાગ - ૨ Jain Educationa International For Personal and Private Use Only 3 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 140