________________
રાખી તેમજ ચોવિહારો છઠ્ઠ કરી દાદાની જાત્રા કરી પછી પારણું કર્યું. • પૂ. તપસી ગુરૂદેવના ઉપદેશથી હજારો આત્માઓએ વર્ધમાન તપના
પાયા નાંખ્યા અને નવપદજીની ઓળીઓ ચાલુ કરી. તપસ્વી ગુરૂદેવે પોતાનો જ્ઞાનભંડાર સુરત-મોહન-લાલજીના ઉપાશ્રય શ્રી ભક્તિમુનિજીને સુપ્રત કર્યો. સાધુજીવનમાં ત્રણ પાત્રા તથા પાણી વાપરવાનો ટોકસી, એનાથી
વધુ પાત્રા ક્યારેય વાપર્યા નથી. • ઉપધિ પણ ખપ પૂરતી જ રાખતા તેમજ સ્થાનમાં કે વિહારમાં ગમે
તેવી કકડતી ઠંડી પડે પણ ઉપાશ્રયના કે ગૃહસ્થના ધાબળા વાપરતા
નહીં.
અમદાવાદ પાંજરાપોળથી શ્રી હઠીસીંગની વાડી ધર્મનાથ ભગવંતની ૧૦૮ યાત્રા. • તપસ્વી પૂ. ગુરૂદેવના પુણ્ય પ્રભાવથી શ્રી નવસારી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુના ઉપાશ્રયે જે દેવદ્રવ્યના રૂપિયા સાધારણ ખાતામાં લાખોની સંખ્યામાં વપરાયેલા તે ફક્ત 2 કલાકમાં બધીય રકમ ભેગી થઈ ગઈ અને દેવદ્રવ્યનું દેવું પૂર્ણ થયું.
તારક ગુરૂદેવના ચરણે વિજય પ્રબોધચંદ્રસૂરિ
ગુરૂ સ્તુતિ - વંદના તપતેજથી તપતા સદા તપગચ્છના ભૂષણ સમા, મુનિવર તપસ્વીઓ થયા પ્રત્યેક સેકામાં ઘણાં, એ શૃંખલામાં મેરૂમણકાશા થયા આ કાળમાં, શ્રી કુમુદચંદ્ર તપસ્વી સૂરીશ્વર નમું હું પ્રહ-કાળમાં.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org