Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 11
________________ પાલિતાણા-સાહિત્યમંદિર તથા શત્રુંજય વિહારથી તળેટીની ૮ વખત ૧૦૮ યાત્રા. ખંભાત-લાડવાડા ઉપાશ્રયે વર્ધમાન તપની ૧૦૦મી ઓળીમાં છેલ્લે ૧૫ ઉપવાસ (મૌનપણે કર્યા. વર્ધમાન તપની ૮૪, ૮૫, ૮૬, ૮૭મી સળંગ ચાર ઓળી ઉ૫૨ સિદ્ધતપ (પારણે આયંબિલવાળો) અને તેના ઉપર ૪૫ ઉપવાસ. વર્ધમાનની ૬૪, ૬૫, ૬૬, ૬૭, ૬૮ ઓળી ઉ૫૨ માસક્ષમણ અને રોજ સિદ્ધગિરિની તળેટીની ત્રણ ટાઈમ યાત્રા. આટલો ઉત્કૃષ્ટ તપ કરવા છતાં ક્રોધનો અભાવ તેમજ સમતાભાવ. જ્યારે જ્યારે વ૨સાદ વરસતો હોય ત્યારે આયંબિલ એકાસણું ન કરતાં ચોવિહારો ઉપવાસ જ કરી લેતાં. ભરૂચ-વેજલપુરમાં પૂ. તારક ગુરૂદેવશ્રીની નિશ્રામાં ૧૦૦ ઉપ૨૨૪મી ઓળી અને તેના ઉ૫૨૬૮ ઉપવાસ સળંગ કર્યા ત્યારે ૪૫માં ઉપવાસમાં મૌનપણે લોચ કરાવ્યો તથા ૫૮મા ઉપવાસ સકલ શ્રી સંઘ સાથે વેજલપુરથી ભરૂચ મુનિસુવ્રતસ્વામીના જિનમંદિર પૂજનમાં ગયા અને સાંજે પાછા પધાર્યા. (ડોળી કે ખુરશીનો ઉપયોગ કર્યા વિના) ♦ બોટાદના ચોમાસામાં ન્યુમોનીયા થતાં પારણું નહિં કરતાં ૨૭ દિવસ સુધી મગના પાણીથી આયંબિલ કરી ઓળી પૂર્ણ કરી પણ પારણું ન જ કર્યું. ઉભયટક પ્રતિક્રમણ વર્ષો સુધી ઉભા ઉભા જ કરતા. તપસ્વીઓ પણ તપ નિર્વિઘ્ને પૂર્ણ થાય એ હેતુથી પૂ. તપસી મહારાજના આશીર્વાદ અને વાસક્ષેપ લેવા આવતા હતા. ♦ પાલિતાણામાં ડૉ. બકરાણી તથા ડૉ. ભાઈલાલભાઈએ પૂ. ગુરૂદેવશ્રીની તબિયત નબળી હતી તે વખતે સીરીયસ કેસ તરીકે જાણ કરી છતાં પૂ. ગુરૂદેવશ્રીએ વર્ધમાનતપની ઓળીનું પારણું નહિં કરતાં ઓળી ચાલુ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 470