Book Title: Pratikramanni Pavitrata Author(s): Bhadrankarvijay, Dhurandharvijay Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPage 5
________________ સામાયિકથી માંડીને બિન્દુસાર (ચૌદમું પૂર્વ) પર્યત શ્રુતજ્ઞાન છે. તે શ્રુતજ્ઞાનને સાર ચારિત્ર છે, અને ચારિત્રને સારા નિર્વાણ (મક્ષસુખ) છે+ પ્રતિક્રમણ સૂત્રના રચયિતા કોણ? આપણે પ્રસ્તુત વિષય પ્રતિક્રમણ-સૂત્રને છે. પ્રતિક્રમણુસૂત્ર એ સામાયિકથી માંડી બિન્દુસાર પર્વતના શ્રુતજ્ઞાનને જ એક ભાગ છે. તેથી તેને અથથી કહેનારા અરિહંત ભગવંતે છે અને સૂત્રથી ગૂથનારા ગણધર ભગવંતો છે. એ જ વાતને સવિશેષ પ્રમાણિત કરવાને માટે અમે આવશ્યકસૂત્ર ઉપર રચાયેલ નિર્યુક્તિ, ભાષ, ચણિ અને ટીકાગ્રંથની કેટલીક હકીકત અહીં રજૂ કરીએ છીએ. આવશ્યક સૂત્ર કે જેનાં છ અધ્યયન છે અને જેનું પ્રથમ અધ્યયન સામાયિક છે, તે અથથી અરિહંતવડે પ્રકાશિત છે, એ વાત નિયુક્તિકાર ભગવાન શ્રીભદ્રબાહુસ્વામીનાં વચનથી આપણે જોઈ આવ્યા. નિર્યુક્તિકાર પછી ઉલ્લેખનીય સ્થાન પ્રાપ્ત થાય છે ભાષ્યકારનું આવશ્યક સૂત્રના પ્રથમ અધ્યયનની નિયુકિત ઉપર વિશેષાવશ્યક ભાષ્યના રચયિતા સમર્થ શાસ્ત્રકાર પુણ્યનામધેય શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે, અને તેના ઉપર વિશદ વૃત્તિના + सामाइयमाईयं, सुयनाणं जाव बिन्दुसाराओ। तस्स वि सारो चरणं, सारो चरणस्स निव्वाणं ॥ – મા. નિ. ગાથા ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 68