Book Title: Pramannay Tattvalolankar Author(s): Vijayramsuri Publisher: Surendrasuri Jain Tattvagyan Shala View full book textPage 4
________________ પ્રસ્તાવના વિરાટ વિશ્વમાં અનેક દર્શને પ્રચલિત છે. તે દશામાં જૈન દર્શન પિતાની સ્યાદ્વાદ-અનેકાન્ત દષ્ટિને લીધે અનેરી મહત્તા ધરાવે છે. કોઈ પણ વસ્તુને વિચાર દરેક દર્શને પોતપોતાની રીતે કરે છે. જેમકે સાંખ્યદર્શન આત્માને નિત્ય માને છે. બૌધ્ધ દર્શન આત્માને અનિત્ય માને છે. જ્યારે જૈન દર્શન આત્માને દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય માને છે. આ રીતે વસ્તુમાં જેટલા ધર્મો હોય તેટલા ધર્મોને જુદી જુદી અપેક્ષાએ દર્શાવી વસ્તુના પૂર્ણ સ્વરૂપને દેખાડવું તે અનેકાન્ત દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિને લીધે જ જેન દર્શનનું ભારતીય દર્શનેમાં મહત્ત્વ છે. . પ્રસ્તુત પ્રમાણ–નયતત્ત્વાકાલંકાર ગ્રંથ જૈનદર્શન પ્રમાણે પ્રમાણ અને નોનું સ્વરૂપ, તેના ભેદ-પ્રભેદો અને પ્રાસંગિક રીતે પ્રમાણાભાસ અને નયાભાસનું સ્વરૂપ દેખાડી પોતાના નામને સાર્થક કરનાર ગ્રંથ છે. ૧ આ ગ્રંથના પ્રથમ પરિચ્છેદમાં “પ્રમાણ કોને કહેવાય એનું સ્પષ્ટ નિરૂપણ કરી સમ્યગજ્ઞાનનું પ્રમાણપણું સિધ્ધ કર્યું છે. ૨ - બીજા પરિચ્છેદમાં પ્રમાણના ભેદો અને તેના અવાજોર ભેદોના લક્ષણો આપ્યાં છે. ત્રીજા પરિચ્છેદમાં પરોક્ષપ્રમાણનું લક્ષણ, તેના ભેદો તથા હેતુ આદિનું સ્વરૂપ બતાવેલ છે. ચોથા પરિચ્છેદમાં આગમપ્રમાણનું લક્ષણ, આપ્નનું લક્ષણ, વેદના અપૌરુષેયત્વનું ખંડન તથા સપ્તભંગી આદિનું સ્વરૂપ આપેલ છે. ૫ પાંચમા પરિચ્છેદમાં વસ્તુનું લક્ષણ, - સામાન્ય-વિશેષાત્મકપણું તિયંકુ - ઊર્ધ્વતાસામાન્ય વિગેરે સ્વરૂપે વર્ણવ્યું છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 70