Book Title: Praman Mimansa Author(s): Ratnajyotvijay Publisher: Ranjanvijay Jain Pustakalay View full book textPage 8
________________ પ્રસ્તાવના કલિકાલ સર્વજ્ઞ આચાર્ય પ્રવરશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી રચિત પ્રમાણ-મીમાંસા ગ્રંથ સ્વોપજ્ઞ ટીકા સાથે ઉપલબ્ધ થતાં અંશબ્દની અને તેના ગુજરાતી અનુવાદ સાથે પ્રસિદ્ધ થઈ રહ્યો છે તે ઘણાં હર્ષનો વિષય છે. ગુજરાતી ભાષામાં અનુવાદ પ્રથમવાર જ પ્રગટ થઈ રહ્યો છે એટલે અનુવાદક મુનિરાજશ્રી રત્નજ્યોત વિ.મ. અભિનંદનના અધિકારી છે. પ્રમાણમીમાંસાનું પ્રકાશન આમ તો ૮૦ વર્ષ પૂર્વે અમદાવાદ અને પુનાથી થયું છે, પણ વિ.સં. ૧૯૮૬માં સિંધી જૈનગ્રંથમાળાના ૯માં મણિ તરીકે થયેલું પ્રકાશન અનેક રીતે વિશિષ્ટ બન્યું છે. પ્રસ્તુત પ્રકાશનમાં મૂળ-સૂત્ર, સ્વોપજ્ઞટીકા, પાઠભેદ આદિ ટિપ્પણો આ સિંધી પ્રકાશનના પ્રમાણે જ રાખવામાં આવ્યા છે. પં. સુખલાલજી આદિએ સંપાદિત કરેલ આ સંસ્કરણમાં ત્રણ હસ્તલિખિત પ્રતિઓનો અને પુનાથી છપાયેલી પ્રમાણમીમાંસા ગ્રંથનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રતિઓનો પરિચય ૧. “તા.” આ સંજ્ઞાવાળી પ્રત જેસલમેર કિલ્લામાં આવેલા ભંડારની ૮૪ નંબરની આ પ્રત છે. તાજેતરમાં .સં. ૨૦૦૮માં પ્રસિદ્ધ થયેલ “નૈસતમે પ્રવીન જૈન ગ્રંથભંડાશે વી સૂવી' અનુસાર આ ગ્રંથ જિનભદ્રસૂરિ તાડપત્રીય ગ્રંથભંડારનો ૩૬/૧ ક્રમાંકનો જણાય છે. એનો સી.ડી ક્રમાંક ૧૯૩ છે.) ૨. “.” આ સંજ્ઞાવાળી પ્રત અમદાવાદ દોશીવાડાની પોળમાં આવેલ ડેલાના ઉપાશ્રય સ્થિત ભંડારની છે આ પ્રત વિ.સં. ૧૭૦૭ માં પાટણમાં લખાયેલી છે. ૩. “સં.મૂ.” પાટણના ભંડારની આ પ્રત માત્ર મૂળ સૂત્રોની છે અને કાગળ ઉપર લખેલી છે. પં. સુખલાલજીના સંસ્કરણ મુજબ જ પ્રસ્તુત સંસ્કરણમાં પણ પાઠભેદો ઉપરોક્ત પ્રતોના ઉપરોક્ત સંકેત મુજબ જ આપેલા છે. સિંધી જૈન ગ્રંથમાલામાં વિ.સં. ૧૯૮૬માં પ્રકાશિત આ સંસ્કરણનું પુનર્મુદ્રણ થોડા સમય પૂર્વે સરસ્વતી પુસ્તક ભંડાર અમદાવાદથી થયું છે. હિન્દી અને અંગ્રેજી અનુવાદ સાથે પણ આ ગ્રંથ વર્ષો પૂર્વે પ્રગટ થયેલ છે. સિંધી સંસ્કરણ ગત પ્રસ્તાવના અને ટિપ્પણનો અંગ્રેજી અનુવાદ “એડવાંસ સ્ટડિઝ ઇન ઇન્ડીઅન લોજીક એન્ડ મેટાફિસીક્સ’ નામે કલકત્તાથી પ્રકાશિત થયેલ છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 322