Book Title: Praman Mimansa
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 6
________________ સંપાદકીય......... षड्दरिसण जिन अंगभणीजे, न्यासषडंग जो साधे, नमि जिनवरना चरण उपासक, षड् दरसण आराधे. “જિનેશ્વરનો ઉપાસક પદ્દર્શનની સાધના કરે છે”, આ વળી કેવી વાત? આ વાતમાં મોટુ રહસ્ય રહેલું છે. છ દર્શનનાં સમૂહાત્મક જિનશાસ્ત્ર-શાસન છે. જિનશાસનનાં ઉંડાણમાં ગરકાવ થવા તેનાં અંગભૂત ષદર્શનનું જ્ઞાન મેળવવું જરૂરી–ઉપયોગી છે. ષદર્શનનું મેળવેલું જ્ઞાન જિનશાસનની આસ્થાને વધારે છે, નિર્મલ બનાવે છે જેમ કે – ચે વરં હિરાયે . તુષ્ટપુ પપુ હ ત્વયિ તોપમતિ ” અન્ય હરિહર વગેરે જોયા પછી પ્રભુ વીતરાગને જોતાં તેમનાં ચિત્ત વિશેષ સંતોષને પામે છે. તેમ ષડ્રદર્શનનાં સ્વરૂપને જાણ્યા પછી તે બધાને સ્વીકાર અને આવકાર આપનારું જિનશાસન વિશેષ રૂચિકર બને છે. એકાન્તને લઈ પરસ્પર વિરોધ કરતા છ દર્શનનો સુંદર સમન્વય કરવાનું કામ જિનશાસન કરે છે. સ્યાદ્વાદનો સિદ્ધાંત બીજે ક્યાંય જોવા ન મળે. “જૈનદર્શન ભણાવવું હોય તો પહેલા છ દર્શન નો અભ્યાસ કરવો પડે” એમ મુનિશ્રી મોહજિતવિજયજીને ઉર્ફે પંડિત મહારાજને કાશી યુનિવર્સિટીના પ્રીન્સીપાલે કહેલું. આગમના રહસ્યને પ્રગટ કરવા પૂર્વપક્ષનું જ્ઞાન જરૂરી બને છે. તેથી જ આપણે આપણી વાતમાં સ્થિર બની શકીએ. તત્ત્વનું ભાન ત્રિભુવનભાણનું ભાન કરાવે છે. તેનું સીધું પ્રતિબિંબ આત્મા ઉપર પડે છે, જે આત્માના અભ્યદય માટે ઉપયોગી નીવડે છે. પૂજ્યશ્રી ગ્રંથકાર હેમચંદ્રાચાર્યે સંક્ષિપ્ત સૂત્રોમાં આટલા વિસ્તૃત પદાર્થને ગૂંથવા પોતાની બુદ્ધિ કેટલી સૂક્ષ્મ બનાવી હશે.. એ તો સૂમિદષ્ટિથી આ ગ્રંથનું અવલોકન કરીએ ત્યારે જ ખબર પડે. પૂજ્યશ્રીએ વ્યાકરણ વિગેરના વિષયમાં જે રીતે સંક્ષેપ દૃષ્ટિ અપનાવી છે, એ રીતે ન્યાયનાં વિષયને ટૂંકમાં આવરી સુંદર મધુરા નાનકડા સૂત્રોમાં આખા પદર્શનનો રસાસ્વાદ ભરી દીધો છે. પૂજ્યશ્રીનો જે લક્ષ્ય અધૂરો રહી ગયેલો, તે લક્ષ્યને આંબવા સંસ્કૃતમાં નવા સૂત્રો અને ટીકા બનાવીને તેને ગ્રંથના અંતે જોડવામાં આવેલ છે. જે બીજા અધ્યાયના બીજા આહ્નિક અને ત્રીજા અધ્યાયના પ્રથમ અદ્વિક રૂપે છે. “અગ્રેવફ્લે” ઇત્યાદિ ગ્રંથના આધારે તેવા વિષયને જ અહીં સંકલિત કરાયો છે, માત્રમનઃકલ્પિત નથી. અને તે વિષય લગભગ ત્રણ અધ્યાયમાં સમાવિષ્ટ થઈ ગયો હોવાથી પાંચ અધ્યાયની રચના કરી નથી. તેના માટે પ્રમેયકમલમાર્તડ, પ્રમેય રત્નકોશ, સંમતિ તર્ક પ્રકરણ, રત્નાકરાવતારિકા, સ્યાદ્વાદ રત્નાકર, સ્યાદ્વાદમંજરી, જૈનતર્કભાષા ઇત્યાદિ ગ્રંથોનો આધાર લેવામાં આવ્યો છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 322