Book Title: Praman Mimansa
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 7
________________ આ ગ્રંથને જેમ જેમ આપણી ભાષામાં લાવીને મમળાવીએ તેમ તેમ અખૂટ રસનો ઝરો ફૂટતો જાય છે. આ વાતને લક્ષ્યમાં રાખીને આ સુંદર મજાના ગ્રંથનો ગુજ. અનુવાદ થાય તો વધારે ઉપયોગી અને ઈચ્છનીય બને એમ છે. કા. કે. આજનો ઘણો ખરો ન્યાયનો અભ્યાસુ વર્ગ ગુર્જર દેશીય-ગુર્જર ભાષીય છે. માટે આ ગ્રંથનો ગુર્જર અનુવાદ કરવામાં આવ્યો છે. હજી તો મેં માત્ર ગુજ. લખાણ કર્યું હતું તેના આધારે પણ એક વર્ષમાં અનેક સમુદાયના સાધ્વીજી ભગવંતોએ આ ગ્રંથનો અથથી ઇતિ સુધી મનન વાંચન સાથે અભ્યાસ કર્યો. અને ગ્રંથનો રસાસ્વાદ માણ્યો. પ્રેરણા અને આશીર્વાદદાતા મારા કાર્યને વેગવંતુ બનાવવા માટે સહુથી પહેલા ઉપકારી છે કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્ય દેવશ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજા અને પૂજ્ય ગુરુદેવ શ્રીરત્નાકર સૂરીશ્વરજી મ. સા. અભ્યાસ સિવાયની બધી જ જવાબદારી પોતાના શિરે લઈ સાહિત્યકાર્યમાં વેગ આપવા સાથે ચમત્કૃત વચન દ્વારા મારા ઉપર સતત કૃપા વૃષ્ટિ કરી રહેલા છે. સંપૂર્ણ ગ્રંથનું નિરીક્ષણ કરી અને પ્રસ્તાવના લખીને આ ગ્રંથને નવો ઓપ આપનાર મારી સાહિત્ય યાત્રાની શરૂઆતમાં પ્રથમ બળ આપનારા આ. વિ. ઊંકાર. સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના આચાર્ય મુનિચંદ્રસૂરિજીના ઉપકારને ભૂલાય તેમ નથી. વળી આચાર્ય શ્રી અભયશેખરસૂરિજીએ ગુંચવણ ભરેલા શંકા સ્થાનોને સ્પષ્ટ કરી આપી આ કાર્યની શોભા વધારી. છેલ્લે ૨/૧/૩૬થી બીજા અને ત્રીજા અધ્યાયપર્યન્ત નવા સં.+ગુજ. વિવરણને તપાસી આપનાર મુનિશ્રી ઉદયવલ્લભ વિજયજી અને મનીષિ મૂર્ધન્ય મુનિશ્રી યશોવિજયજીને કેમ ભૂલી શકાય? વળી સાધ્વી સોહનશ્રીજી તથા સા. શ્રીસુર્યપ્રભાશ્રીજીના પ્રશષ્યિાએ આ ગ્રંથના ગુજ. વિવરણના અવલોકન સાથે અનેકવિધ શંકા-સમાધાન કરી ગ્રંથના હાર્દને સ્પષ્ટ કરવામાં અનેરો ફાળો આપ્યો છે. ૫. જીતુભાઈએ એલ.ડી. ડીરેક્ટર આ ગ્રંથના વિવરણ માટે ભલામણ કરેલી, સમય સમય સલાહ સૂચનથી વિવરણના કામને જોમ મળતું રહ્યું. પં. શોભાચંદ્ર ભારિલ્લ દ્વારા કરાયેલ હિંદી અનુવાદ સૂત્રાર્થના તાત્પર્યને પકડવા અને શંકા સ્થાનમાં નિશ્ચલતા મેળવવા માટે અત્યંત ઉપયોગી બન્યો છે. આ ગ્રંથ વિવરણથી સહુથી મોટો ઉપકાર મને થયો છે, કારણ કે જ્યારે હું આ ગ્રંથનું માત્ર પ્રુફ રીડીંગ કરવા બેસું છું, ત્યારે મારા ત્રણે યોગમાં એકાગ્રતા આવે છે. એવો લયલીન બની જાઉં છું કે પ્રમાણમીમાંસા સિવાય બધું જ ભૂલી જાઉ છું. સંયમનો મુખ્ય ધ્યેય છે યોગની એકાગ્રતા, તેનો સ્વચ્છ–શુદ્ધ સ્વાદ આવા ગ્રંથના કામ કરતાં મળે છે. અભ્યાસું વર્ગ આ ગ્રંથનો સુંદર અભ્યાસ કરી દર્શન-શાન ચારિત્રને નિર્મળ બનાવે, અને ઉત્તરોત્તર વિશુદ્ધિ વડે પરાકાષ્ઠાને પામે. એજ શુભેચ્છા. મુનિ રતનને

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 322