________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
૧૨
વ્રત નિયમ સ્વાઘ્યાય ભક્તિ આદિ શુભ ભાવમાં મનને રોકશે. તથા વ્રતનું ફળ પણ સમાધિમરણ આવવું જોઈએ; એ નિશ્ચયને મનમાં રાખી પરપદાર્થો પ્રત્યેનો મોહ ઘટાડવા તે પુરુષાર્થ કર્યા કરશે. ।।૨।। મૈં સુવર્ણ મંદિર ઉપર શોભે રત્નકલશ સુંદર જેવો, તેમ સમાધિ-મરણ યોગ પણ વ્રતમંડન માની લેવો.
જો ન સમાધિમરણ સાચવે વ્રત-અભ્યાસ ન સફળ થયો; શસ્ત્રોની તાલીમ નકામી, રણક્ષેત્રે જો ચૂકી ગયો. ૩
અર્થ :– સોનાનું મંદિર બનાવ્યું હોય તેના શિખર ઉપર રત્નનો સુંદર કલશ જેમ શોભે તેમ સમાઘિમરણનો યોગ પણ વ્રત મંડન એટલે કરેલા વ્રતોને શોભાવનાર અર્થાત્ દીપાવનાર માનવો.
જીવન પર્યંત આરાધના કરીને અંતકાળે સમાધિમરણને ન સાચવે તો તેનો કરેલો વ્રતનો અભ્યાસ સફળ થયો નહીં. જેમકે શસ્ત્રો ચલાવવાની તાલીમ લીધી હોય પણ રણક્ષેત્રે એટલે યુદ્ધના મેદાનમાં જ શસ્ત્રો ચલાવવાનું ભુલી જાય તો તે લીધેલી તાલીમ વ્યર્થ છે, અથવા બાળક બાર મહિના ભઠ્ઠીને પણ પરીક્ષામાં નાપાસ થાય તો તેનું ભણતર ન ભણ્યા બરાબર છે. કારણ તેનું આખું વર્ષ વ્યર્થ જાય છે. ગા
જેમ વર્ષ અંતે સરવૈયું રહસ્યરૂપ વ્યાપાર તણું, તેમ ઘણું કરી કૃત, કર્માનુસાર મતિ અંતિમ ગણું;
વિચારવાનો ક્ષણ ક્ષણ ચેતે મરણ સમીપ સદાય ગણી, *સમજ્યા ત્યાંથી સવાર' ગણી મન વાળે આત્મસ્વરૂપ ભણી. ૪
અર્થ :– જેમ વર્ષના અંતે વ્યાપારનું સરવૈયું તેના રહસ્યને બતાવે છે કે આ વર્ષે કેટલી કમાણી
=
થઈ. તેમ જીવનપર્યંત કરેલા કર્મોની રહસ્યભૂત મતિ ઘણું કરી અંત વખતે આવે છે. જેમ શ્રેણિક મહારાજા ક્ષાયિક સમકિતી હોવા છતાં પૂર્વે હરણને મારતાં હિંસાનંદી રૌદ્રધ્યાન થવાથી નરકગતિનો બંધ પાડેલ, તે ભાવો અંત સમયે આવી હાજર થયા. અથવા શ્રીકૃષ્ણ પણ સાયિક સમક્રિતી હોવા છતાં નરકાયુ બંધના કા૨ણે મ૨ણ વખતે રૌદ્ર પરિણામવાળા થયા.
માટે વિચારવાન પુરુષો મરણને સદાય સમીપ ગણી ક્ષણે ક્ષણે ચેતતા રહે છે.
‘“વિચારવાન પુરુષો તો કૈવલ્યદશા થતાં સુથી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. (વ.પૃ.૫૧૦) તથા જ્યારથી આત્મતત્ત્વ વિષે સમજણ મળી ત્યારથી જ સવાર ગણી પોતાના મનને આત્મસ્વરૂપ ભણી વાળે છે; અર્થાત્ રાગદ્વેષનો ત્યાગ કરી પોતાના શુદ્ધ સ્વરૂપને મેળવવા પુરુષાર્થશીલ બને છે. ।।૪।। જન્મમહોત્સવ સમ સંતો તો મૃત્યુમહોત્સવ પર્વ ગણે, સત્કાર્યો નિષ્કામ કરેલાં દે સંતોષ અપૂર્વ-પણે; આત્મા નિત્ય પ્રતીત થયો તો મરણ કહો કોને મારે? જે ઉત્પન્ન થયું તે મશે, દેહ નહીં હું, સુવિચારે. ૫
અર્થ :— – સંત પુરુષો તો જન્મ મહોત્સવની જેમ મૃત્યુ મહોત્સવને પર્વ ગણે છે. કેમકે શુદ્ઘના લક્ષ શુભ કાર્યો નિસ્પૃહભાવે જીવનમાં જે કરેલા હોય તે અંત વખતે તેમને અપૂર્વ સંતોષ આપે છે.
વળી જેને આત્મા અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ' મનાયો તેને મરણ કહો કેવી રીતે મારી શકે? આ દેહ ઉત્પન્ન થયો માટે એ મરશે, એનો નાશ થશે; જ્યારે હું દેહાદિ સ્વરૂપ નથી પણ