________________
(૫૧) આજ્ઞા
અર્થ - જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવાનો જો દ્રઢ નિશ્ચય થાય અર્થાત્ વિભાવથી મુકાઈને સ્વભાવમાં આવવાનો જો પુરુષાર્થ થાય તો તેની ભક્તિ યથાર્થ છે. તે બધા શાસ્ત્ર ભણી ગયો. તેણે સર્વ તીર્થની યાત્રા કરી લીધી. કેમકે બધું કરીને પોતાના આત્મસ્વભાવમાં આવવું છે. તેના માટેનો આ બઘો પુરુષાર્થ છે.
સપુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાઘે છે, તેને જ જ્ઞાન સમ્યપરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે.” (વ.પૃ.૫૫૮)
“વિભાવથી મુકાવવું અને સ્વભાવમાં આવવું એ જ્ઞાનીની પ્રથાન આજ્ઞા છે.”
“જીવ વિભાવપરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે; અને સ્વભાવ પરિણામમાં પ્રવર્તે તે વખતે કર્મ બાંધે નહીં. એમ સંક્ષેપમાં પરમાર્થ કહ્યો. પણ જીવ સમજે નહીં તેથી વિસ્તાર કરવો પડ્યો, જેમાંથી મોટા શાસ્ત્રો રચાયાં.” (વ.પૃ.૬૮૮)
સર્વ શાસ્ત્રનો સાર કોઈ જ્ઞાની પુરુષની શોઘ કરી તેના વચનમાં વિશ્વાસ રાખી તેની આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરવો એ જ છે.” -ઉપદેશામૃત (પૃ.૧૧૯) /૧૫ના
કલ્પિત સાઘન સર્વ ટળે એક જ્ઞાનથી રે, ટળે. સમ્યક જ્ઞાન તો થાય અપૂર્વ વિચારથી રે; અપૂર્વ અપૂર્વ જ્ઞાનીની વાણી વિચારો તે પ્રેરશે રે. વિચારો
સદ્ગુરુની આજ્ઞા જ આરાધ્યાથી સૌ થશે રે, આરા. ૧૬ અર્થ - પોતાની મતિ કલ્પનાએ પૂર્વે જે આજ્ઞા વગર ઘર્મને નામે સાઘનો કર્યા, તે અપૂર્વજ્ઞાન એટલે આત્મજ્ઞાનથી સવળા થઈ શકે એમ છે. તે આત્મજ્ઞાન અપૂર્વ વિચારથી થશે. તે અપૂર્વ વિચાર અપૂર્વ જ્ઞાનીની વાણી દ્વારા ઉત્પન્ન થશે, અર્થાત્ અપૂર્વ પુરુષના આરાઘન વિના જીવને અપૂર્વ વિચાર આવવાનો બીજો કોઈ ઉપાય નથી. માટે એ સિદ્ધ થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાઘન કરવું એ જ સર્વ સિદ્ધિનું કારણ છે.
“જીવના પૂર્વકાળનાં બઘાં માઠાં સાઘન, કલ્પિત સાઘન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાઘન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે.” (વ.પૃ.૪૧૨) I/૧૬ો.
સદ્ગુરુ સાચા વૈદ્ય અપૂર્વ અનુભવી રે, અપૂર્વ દોષ-રોગોનું મૂળ જવા, દે દવા નવી રે; જવા ક્રોઘાદિનો ઉપાય બતાવે તે આદરે રે, બતાવે
તો થાય તે નિર્મૂળ ક્ષમાદિ સદા ઘરે રે. ક્ષમાદિ. ૧૭ અર્થ:- સદ્ગુરુ ભગવંત આત્મભ્રાંતિરૂપ રોગ ટાળવા માટે અપૂર્વ એવા સાચા અનુભવી વૈદ્ય છે. તે રોગોનું મૂળ દેહાધ્યાસ, વિષય-કષાયાદિ દોષો છે. તે જવા માટે વિચારરૂપ ધ્યાનની નવી દવા આપે છે.
“આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ, ઔષઘ વિચાર ધ્યાન.” -શ્રીમદ્ રાજચંદ્ર