________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પ્રગટ આત્મસ્વરૂપને સ્પર્શીને નીકળેલી વાણી છે. “જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં જૂનાધિક કે મોટા નાનાની કલ્પના કરવી નહીં.” (વ.પૃ. ૬૯૬) /૧૨ાા
આત્મસ્વરૂપને પ્રાપ્ત પુરુષ આજ્ઞા કરે રે, પુરુષ પ્રેરે તે ફક્ત આત્માર્થ ભક્તના ભવ હરે રે; ભક્ત ભવમાં જવાને આડ આજ્ઞા જ્ઞાની તણી રે, આજ્ઞા
રાગ-દ્વેષથી દૂર રાખે ભવહારિણી રે. રાખે. ૧૩ અર્થ :- જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે એવા પુરુષ જે આજ્ઞા કરે તે સામા જીવને માત્ર આત્માર્થમાં જ પ્રેરે છે. તે ભક્તના ભવ એટલે ચાર ગતિરૂપ સંસારને હરે છે.
એવા જ્ઞાનીપુરુષની આજ્ઞા તે સંસારમાં જવા માટે આડા પ્રતિબંધ જેવી છે. તે આજ્ઞા જીવને રાગદ્વેષના ભાવોથી દૂર રાખી સંસારના દુઃખોને હણી નાખનાર છે.
જે જે સાઘન આ જીવે પૂર્વ કાળે કર્યા છે, તે તે સાઘન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશારહિત લાગે છે. જો એમ થયું હોત તો જીવને સંસારપરિભ્રમણ હોય નહીં. જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંઘ જેવી છે.” (વ.પૃ.૪૧૧) I/૧૩ણા.
શ્વાસોચ્છવાસ સિવાય ક્રિયા કોઈ ના કરો રે, ક્રિયા સદ્ગુરુ-આજ્ઞા સિવાય; તો સ્વચ્છેદ સૌ હરો રે. તો વૃત્તિ જતી જે વ્હાર ક્ષય કરવા કહી રે, ક્ષય,
બારે ઉપાંગનો સાર આજ્ઞા અનુપમ લહી રે. આજ્ઞા. ૧૪ અર્થ :- એક શ્વાસોચ્છવાસ સિવાય સદ્ગુરુ આજ્ઞા વગરની કોઈપણ ક્રિયા જો ના કરો તો સ્વચ્છંદ નામનો જે મહાદોષ છે તેનો સર્વથા નાશ થઈ શકે. “સદગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાસોચ્છવાસ સિવાય બીજાં ન ચાલે એવી જિનની આજ્ઞા છે.” (વ.પૃ.૬૮૮)
જીવની મલિન વૃત્તિઓ જે હમેશાં બહાર ફરે છે તેને ક્ષય કરવા કહ્યું. બારે ઉપાંગના સારમાં પણ વૃત્તિઓને ક્ષય કરવી એ જ જ્ઞાની પુરુષની અનુપમ આજ્ઞા છે.
“જ્ઞાની પુરુષને શિષ્ય પ્રશ્ન પૂછ્યું, “બાર ઉપાંગ તો બહુ ગહન છે; અને તેથી મારાથી સમજી શકાય તેમ નથી; માટે બાર ઉપાંગનો સાર જ બતાવો કે જે પ્રમાણે વર્તે તો મારું કલ્યાણ થાય.” સગુરુએ ઉત્તર આપ્યો, બાર ઉપાંગનો સાર તમને કહીએ છીએ કે, “વૃત્તિઓને ક્ષય કરવી.” આ વૃત્તિઓ બે પ્રકારની કહીઃ એક બાહ્ય અને બીજી અંતર્. બાહ્યવૃત્તિ એટલે આત્માથી બહાર વર્તવું તે. આત્માની અંદર પરિણમવું, તેમાં શમાવું, તે અંતવૃત્તિ. પદાર્થનું તુચ્છપણું ભાસ્યમાન થયું હોય તો અંતવૃત્તિ રહે. જેમ અલ્પ કિંમતનો એવો જે માટીનો ઘડો તે ફૂટી ગયો અને પછી તેનો ત્યાગ કરતાં આત્માની વૃત્તિ ક્ષોભ પામતી નથી, કારણ કે તેમાં તુચ્છપણું સમજાયું છે. આવી રીતે જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાસ્યમાન છે. જ્ઞાનીને એક રૂપિયાથી માંડી સુવર્ણ ઇત્યાદિક પદાર્થમાં સાવ માટીપણું જ ભાસે છે.” (વ.પૃ.૬૮૮) I/૧૪
દ્રઢ નિશ્ચય જો થાય તે આજ્ઞા ઉઠાવવા રે, તે વિભાવથી મુંકાઈ સ્વભાવમાં આવવા રે; સ્વભાવ તો તેની ભક્તિ યથાર્થ, તે શાસ્ત્ર બઘાં ભણ્યો રે, તે તીર્થ કર્યાં તેણે સર્વ પુરુષાર્થ જ તે ગણ્યો રે. પુરુ. ૧૫