Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 22
________________ T કર્તા શ્રી જ્ઞાનવિજયજી મ. (વીરજી સુણો એક વિનંતી મોરી) વીરજી સુણો એક વિનંતી મોરી, વાત વિચારો તમે ઘણી રે; વીર મને તારો મહાવીર મને તારો, ભવજલ પાર ઉતારો ને. પરિભ્રમણ મેં અનંતા રે કીધાં, હજુએ ન આવ્યો છેડલો રે; તુમે તો થયા પ્રભુ સિધ્ધ નિરંજન, અમે તો અનંતા ભવ પામ્યા રે, વીર...૧ તમે અમે વાર અનંતી વેળા, રમીઆ સંસારીપણે રે; તેહ પ્રીત જો પૂરણ પાળો, તો હમને તુમ સમ કરો રે,વીર... ૨ તુમ સમ હમને યોગ્ય ન જાણો, તો કાંઈ થોડું દીજીએ રે; ભવોભવ તુમ ચરણોની સેવા, પામી અમે ઘણું રીઝીએ રે, વીર...૩ ઈંદ્રજાળીયો કહેતો રે આવ્યો, ગણધર પદ તેહને દીયો રે; અર્જુનમાળી જે ઘોર પાપી, તેહને જિન તમે ઉધ્ધર્યો રે, વીર...૪ ચંદનબાળાએ અડદના બાકુળા, પડિલાવ્યા તમને પ્રભુ રે; તેહને સાહૂણી સાચી રે કીધી, શિવ વધુ સાથે ભેળવી રે, વીર...૫ તરણે ચંડકૌશીયો ડસીયો, કલ્પ આઠમે તે ગયો રે; ગુણ તો તમારા પ્રભુ મુખથી સુણીને, આવી તુમ સન્મુખ રહ્યો રે, વીર...૬ નિરંજન પ્રભુ નામ ધરાવો, તો સહુને સરીખા ગણો રે; ભેદભાવ પ્રભુ ! દૂર કરી, મુજશું રમો એ કમે કશું રે,વીર...૭ મોડા વહેલા તુમ હી જ તારક, હવે વિલંબ શા કારણે રે; જ્ઞાન તણાં ભવનાં પાપ મિટાવો, વારી જાઉ વીર તોરા વારણે રે, વીર...૮

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100