Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 30
________________ કર્તાઃ ઉપા. શ્રી માનવિજયજી મ. (હેમરાજ જઝ જશ જીત્યો–રે દેશી) શાસન-નાયક સાહિબ સાચો, અતુલી બળ અરિહંત, કરમર-અરિ-બળ સબળ નિવારી, મારીય મોહ-મહંત, મહાવીર જગમાં જીત્યોજી જીત્યો જીત્યો આપ સહાય, હાજી ! જીત્યો જીત્યો જ્ઞાન પસાય ! હાંજી જીત્યો જીત્યો ધ્યાન-દશાય, હાંજી ! જીત્યો જીત્યો જગ સુખદાય મહાવીર (૧) અનંતાનુબંધી વડ યોધા, હણિયા પહિલી ચોટ, મંત્રી મિથ્યાત પછે તિગ રૂપી, તવ કરી આગળ દોટ – મહા (૨) ભાંજી હેડ, આયુષ તિગ કેરી, ઈક-વિગલેંદિઅ જાતિ, એહ મેવાસ" ભાંજયો ચિરકાળે, નરક-યુગલ સંઘાતિ –મહા (૩) થાવર-તિરિદુગ ઝાંસી કટાવી, સાહારણ હણી ઘાડી, સિદ્ધી-તિગ મદિરા વયરી, આતપ-ઉદ્યોત ઉખાડી –મહા (૪) અપચ્ચખાણા અને પચ્ચખાણા, હણીયા યોદ્ધા આઠ, વેદ નપુંસક-સ્ત્રી સેનાની, પ્રતિબિંબિત ગયા નાઠ –મહા (૫) હાસ્ય-રતિ-અરતિ-શોક-દુગંછા, ભયે મોહ-ખવાસ, હણીયા પુરૂષવેદ ફોજધરા, પછે સંજલના-નાશ –મહા (૬) નિદ્રા દોય મોહ-પટરાણી ઘરમાંહિથી સંહારી, અંતરાય દરશણ ને જ્ઞાનાવરણીય લડતા મારી –મહા (૭) (૧૬)

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100