Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
કર્તા શ્રી જ્ઞાનવિમલસૂરિજી મ.
(આજ ગઈતી હું સમવસરણમાં-એ દેશી) વંદો વીર-જિનેસર-રાયા, ત્રિશલા-માતા-જાયાજી | હરિ લંછન કંચન-વન કાયા, મુઝ મન-મંદિર આયાજી-વંદો // ૧al દુષમ-સમયે શાસન જેહનું, શીતલ ચંદન-છાયાજી | જે સેવંતાં ભવિજન-મધુકર, દિન-દિન હોત સવાયાજી-વંદા / રા/ તે ધન પ્રાણી સદ્ગતિ ખાણી, જસ મનમાં જિન આયાજી | ૨વંદન-પૂજન સેવા ન કીધી, તે કાં જનની જાયાજી ?–વંદો // Bll. કર્મ કટક-ભેદન બલવત્તર, વીર-બિરૂદ જેણે પાયાજી | એકલ-મલ્લ અતુલી-બળ અરિહા, દુશ્મન દૂર ગમાયાજી–વંદો | વાંછિત-પૂરણ સંકટ-ચૂરણ, તું માતા-પિતા સહાયાજી | સિંહ પરે ચારિત્ર આરાધી, સુજસ-નિશાન બનાયાજી–વંદો //પા ગુણ અનંત ભગવંત વિરાજે, વર્ધમાન-જિનરાયાજી | ધીરવિમલ-કવિ-સેવક નય કહે, શુદ્ધ સમકિત-ગુણ-દાયાજી-વંદો //દી
૧. ભમરાઓ ૨. જેમણે આવા પ્રભુજીનું વંદન, પૂજન કે સેવા ન કરી તેઓને તેમની માતાએ જન્મ શા માટે આપ્યો? અર્થાત્ તેમનું જીવન નકામું છે, (ત્રીજી ગાથાના ઉત્તરાર્ધનો અર્થ) ૩.કર્મરૂપ સૈન્યને ભેદવામાં અત્યંત બળવાન
૬૨)

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100