Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 75
________________ હવે પ્રભુ ! મુજ ભણી તું ત્રિભુવન-ધણી, દાસ-અરદાસ સુણી સામું જોવા આપ-પદ આપતાં આપદા કાપતાં, તાહરે અંશ ઓછું ન હોવે-વીર૬ll ગુરૂ-ગુણે રાજતા અધિક દિવાજતા, છાજતા જેહ કલિકાલમાંહે ! શ્રીખિમાવિજય-પય-સેવનિત્યમેવ લહી, પામીમેં શમરસ સુજશ ત્યાંહે-વીર.ll કલશ જિન ભગતિ જાણી ગુણખાણી, હરખ આણી જે ગાવશે ! સિદ્ધિ-રિદ્ધિ-સુ-લદ્ધિ-લીલા, તેહ જગ જસ પાવશે...ll૧ાા. તપગચ્છ-તિલક સમાન સોહે, સત્યવિજય ગુરૂ ગુણ-નીલો ! તસ સીસ સોહે કપૂરવિજય, કપૂર પરે જગ જસ ભલો...૨ાા તસ ચરણ-સેવી નિત્યમેવી, ખિમાવિજય ગુરૂ-રાજીયો ! શ્રી નારંગ-પાસ-પસાય ગાતાં, જશ મહિમા જગ છાજીયો...૩ સંજય-ભેદે ૧૭ સંવતને જાણી, પ્રવચન આંકજ જાણીયે, ધરમભેદ જુગતે જોડી, વરસ(૧૭૮૪) સંખ્યા વખાણીયે...૪ અલ્પમતિ યથાશક્તિ, રહી પાટણ રચી જિન સ્તુતિ | ભાદ્રવા વદી પાંચમ દિને, ગુરૂવારે હુઇ પ્રાપ્તિ...પા. ( ૬૧ ) ૬૧)

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100