Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 37
________________ T કર્તા શ્રી જિનવિજયજી મ. (રાગ ધન્યાશ્રી; તે તરીયાની-દેશી) વંદો વીરજિનેશ્વર-રાયા, ત્રિશલાદેવી જાય રે હરિ લંછન કંચનવરન કાયા, અમરવધૂ ફુલરાયા રે-વંદો (૧) બાળપણે સુરગિરિ ડોલાયા, અહિ-વૈતાલ હરાયા રે ઇંદ્ર-કહેણ વ્યાકરણ નિપાયા, પંડિત વિસ્મય પાયા રે–વંદો (૨) ત્રીશ વરસ ઘરવાસ રહાયા, સંયમશ્ય લય લાયા રે બાર વરસ તપ કર્મ-ખપાયા કેવળનાણ ઉપાયા રે–વંદો. (૩) ખાયક-રિદ્ધિ અનંતી પાયા, અતિશય અધિક સુહાયા રે સ્કાર રૂપ કરી ધર્મ બતાયા, ચઉવિહ સુર ગુણ ગાયા રે–વંદો. (૪) તીન ભુવનમેં આણ મનાયા, દશ દોય છત્ર ધરાયા રે રૂપ-કનક મણિ ગઢ વિરચાયા, નિગ્રંથ નામ ધરાયા રે–વંદો(૫) રયણ સિંહાસન બેસણ ડાયા, દુંદુહિ નાદ બજાયા રે દાનવ-માનવ વાસ વસાયા, ભક્ત શીશ નમાયા રે–વંદો. (૬) પ્રભુ ગુણ-ગણ ગંગાજળ નાહ્યા, પાવન તેહની કાયા રે પંડિત સમાવિજય સુપસાયા, સેવક જિન સુખદાયા રે–વંદો. (૭) ૧. સિંહ ૨. મેરુપર્વત ૩. જૈનેન્દ્ર નામનું ૪. દશ અને બે બાર, એક બાજુ ત્રણ છત્ર, એ રીતે ચાર દિશાના ત્રણ ત્રણ મળીને બાર (૨૩)

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100