________________
ભક્તિ કરતાં વાચિક અને માનસિક ભકિતને મુખ્ય ગણે અમર દાવાદ ચાતુર્માસ કર્યું. કેવી અપૂર્વ ભક્તિ!
રાજનગરની એક સ્કુલને દાખલ છે કે એક વિદ્યાર્થીને શિક્ષકે મારતાં તે શિક્ષકને અદાલતમાં ઘસડાવા સાથે માફી માગવી પડી હતી. કયાં એ વર્તમાનયુગની ગુરુભક્તિ અને કયાં જૈન શ્રમણાનો ગુરુભકિત! જૈન શ્રમણની ગુરુભકિત માટે તાદશ ચિતાર આપે તેવું દષ્ટાંત હોવાથી અહીં ટાંક્યું છે
એક વખત શ્રી પાદલિપ્તસૂરિજીનાં દર્શનાર્થે મહારાજા મુરંડ આવ્યા. રાજાએ પૂછ્યું કે ભગવદ્ ! અમારા સેવકે તે વેતન મળતું હોવાથી વેતન પ્રમાણે પિતાનું કાર્ય બજાવે એ સ્વાભાવિક છે, પણ માત્ર ભિક્ષાવૃત્તિના આધારે રહેલા આપના શિષ્યો આપની આજ્ઞા શી રીતે ઉઠાવતા હશે?
સૂરિજીએ જવાબમાં જણાવ્યું રાજન ! આ લેક પરલેકના હિત ખાતર જ અમારા શિષ્ય આજ્ઞામાં તત્પર હોય છે. તેઓ આજ્ઞામાં જ હિત સમજે છે. તેમને દુનિયાની બીજી કઈ વસ્તુની પરવા દેતી નથી.
રાજા કહે છે કે આ વાત મારે ગળે નહિ ઉતરે. હું તે જ્યાં જોઉં છું ત્યાં સહુ કેઈ સ્વાર્થનાં જ સગાં જણાય છે.
સૂરિજીએ જણાવ્યું–રાજન ! તમારા મોટા પગારદારે જે કામ નથી કરી શકતા તે કાર્ય વગર પગારે આત્મકલ્યાણાર્થે અમારા શિષ્ય કરી બતાવે છે તમારે ખાત્રી કરવી હોય તે