Book Title: Prachin Stavanadi Sangraha
Author(s): Chabildas Kesharichand Sanghvi
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 415
________________ ૩ વ્યાપનદર્શનવર્જન-હીનાચારીએવા કુગુરુને સંગ તજ ૪ કુદર્શનસંસ્તવવર્જન-મિથ્યાદર્શનીને પરિચય તજ. ત્રણ લિંગ–૧ શુશ્રષા-ધર્મ સાંભળવાની અભિરુચિ. ૨ ધર્મરાગ-ભૂખ્યા અને અટવી ઉતરીને બહાર આવેલા બ્રાહ્મણને સારાં ઘેબર મળતાં તેને જેવી ખાવાની ઈચ્છા થાય તેવી ધર્મ મેળવવાની ઈચછા. ૩ વૈયાવચ્ચ-દેવગુરુની ભક્તિ-બહુમાનાદિ કરવું તે. . દશપ્રકારને વિનય૧ અરિહંતદેવને, રસિદ્ધ ભગવાનને, ૩ જિનચૈત્યને, કૃત-સિદ્ધાંતને, ૫ યતિધર્મને, ૬ સાધુવને, ૭ આચાર્ય મહારાજને, ૮ ઉપાધ્યાયજીને. ૯ પ્રવચન-સંઘને અને ૧૦ સમ્યગદર્શન–સમકિતને. ત્રણથુદ્ધિ-૧ મનઃશુદ્ધિ, ૨ વચનશુદ્ધિ અને ૩ કાયશુદ્ધિ. પાંચદુષણ- શંકા-જિનવચનમાં શંકા, ૨કાંક્ષા-પરમતની વાંચ્છા, ૩ વિચિકિત્સા-ધર્મના ફળને સંદેહ, ૪ મિથ્યાત્વીની પ્રશંસા અને ૫ મિશ્યામતિને પરિચય. આઠપ્રભાવક-૧ શાઅપારગામી, ૨ અપૂર્વ ધર્મોપદેશક, ૩ પરવાદીને નિરુત્તર કરનાર વાદી, કનૈમિત્તિક, ૫ તપસ્વી, ૬ મંત્ર અને વિદ્યામાં પ્રવીણ, ૭ સિદ્ધિસંપન્ન અને ૮ શ્રેષ્ઠ કવિતા કરનાર. પાંચભૂષણુ-૧ જિનશાસનમાં કુશળતા, ૨ જિનશાસનની પ્રભાવના, ૩ તીર્થસેવા, ૪ ધર્મમાં નિશ્ચળતા અને ૫ શુદ્ધ દેવગુરુની ભક્તિ.

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420