________________
અવાજે કહી દીધું કે આ નશ્વર દેહ પડી જાય તે બહેતર પણ ૯૯ યાત્રા કર્યા પછી જ શહેરમાં પ્રવેશ કરીશ, આમ તેઓશ્રીની આત્મિક ભાવ દવા અને બાહ્ય ઉપચારોથી તુરતમાં જ સુધારે થઈ જતાં તેઓશ્રીએ ૯૯ યાત્રા કરીને જ શહેરમાં પ્રવેશ કર્યો.
કેઈપણ નિયામાં અને વ્રત પાલનમાં અને ત્યાગ તપશ્ચર્યામાં આટલી કડકાઈ તેઓશ્રીની હતી. તેના જ પ્રતાપે આજે પણ તેઓના સમુદાયમાં દઢ વ્યવસ્થા કડક ચારિત્રપાલન આપને જોવા મળે છે.
તપશ્ચર્યા
તપશ્ચર્યા એ કર્મ રૂપી કચરાને સાફ કરવાનું-બાળી નાંખવાનું ઉત્તમત્તમ અંગ છે. એ સિદ્ધાંતને પુરેપુરે હૃદયમાં ઉતારી વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ-વરસીતપ, વિશસ્થાનક તપ, વર્ધમાન તપ, સિદ્ધિ તપ કર્મસૂદન તપ, અષ્ટાપદતપ, મા ખમણ. સોળ ઉપવાસાદિ ઉગ્ર તપશ્ચર્યાએ તેઓએ કરી હતી. - વરસમાં બે વખતની નવપદજીની ઓળી, પર્યુષણ પર્વની અઠ્ઠાઈ ચર્તુદશીને ઉપવાસ તે પિતાની નાદુરસ્ત તબિયતમાં પણ લગભગ છોડ્યા નથી.
વૈયાવચ્ચે વિહારમાં તેઓશ્રી દરેકની ખૂબ ખૂબ વૈયાવચ્ચ કરતાં અને દરેક ઠેકાણેથી નવીન નવીન અનુભવ મેળવ્યે જતાં એમ અનુ