________________
નિશ્ચય વ્યવહારવિદ વિદુષી સાધ્વીજીશ્રી પ્રભાશ્રીજી મહારાજનું ટુંક
જીવનાલેખન
પૂજ્યપાદ શ્રી ચંપાશ્રીજી મ. શ્રીને જીવનચરિત્રની સાથે અખંડપણે સંબંધ ધરાવતાં પૂજ્યપાદ પ્રભાશ્રીજીનું જીવન અનેક ભવ્ય જીવોને બેધપાઠરૂપ હોવાથી અહીં અમે ટૂંકમાં આલેખીએ છીએ.
એ દિવસ ચિરસ્મરણીય રહેશે, વિક્રમ સંવત ૧૯૪૫! ફાગણ સુદ અષ્ટમી! ખંભાતને માટે એ મંગલદિન બની ગયું અને ભલા જે દિવસ બધા માટે મંગલમય હોય એ દિન જેણે મંગલવાસિત કર્યો છે એના કુટુંબ માટે તે કેટલે શ્રેષ્ઠ દિન બની રહે?
નાથાભાઈ તેમજ ડાહીબેનને એ પુણ્યદિન રહેશે.
ખંભાતના એક વિભાગમાં – બાળપીપળામાં શ્રી નાથા. ભાઈ અમીચંદ રહેતા હતા. તેઓ વિશાશ્રીમાલી હતા, જૈનને યોગ્ય જે ગુણે જોઈએ તે ગુણોથી સભર એવું એમનું દાંપત્યજીવન હતું. ડાહીબેન એમનાં પત્ની હતા.
- ફાગણ સુદ અષ્ટમીના દિને એક બાલિકાને જન્મ થયે. સંસાર જાણે છે કે આવેલે જીવ જવા માટે આવ્યા છે, છતાંય તે એનું મમત્વ રાખે છે. દિવસે વિતી ગયા, નામ સંસ્કરણ