________________
જીવન આમ દેડયું જાય છે. દિવસે પર દિવસે વીતે છે. અને હાર્ડનું દરદ જેર કરે છે, છતાંયે એ સહન કરે છે. અને છેલ્લા છેલલા ફરી દાદાના દર્શને જાય છે. તબીયત ખૂબ જ લથડે છે, પણ સાધી જવાની ધૂનમાં કશાની પરવા નથી. સાધનની મદદથી દાદાના દર્શન કરે છે. અને અમદાવાદ પાછા ફરે છે. બબ્બે વરસ સુધી ઔષધ ને અનુપાન ચાલે છે. પરંતુ આરામ થતું નથી. વેદનીય કર્મ એની પરાકાષ્ઠાએ પહોંચે છે. દરદ મટતું નથી. છેલ્લી ઘડીએ ગણાય છે, વીર વીરના ઉચ્ચારણ થાય છે, અહંત ભગવાનને જાપ થાય છે. અને વીર વીર જપતાં એ આ ફાની દુનિયા છોડી ચાલ્યા જાય છે જાણે તેમના ગુરુજીથી પાછળ ન પડી જતાં હોય તેમ તેમના પછી થેડા જ સમયમાં માત્ર સાડાત્રણ વર્ષના ગાળામાં તેમના પગલે પગલે ચાલી નીકળે છે.
અને ૨૦૧૩ ની કારતક વદ અમાવાસ્યા, એ એમના જીવનને આખરી દિન બની ગયે.
એકમના દિવસે ભવ્ય સ્મશાનયાત્રા નીકળી. ખંભાતથી હીરાભાઈ સોમચંદ વિ. મુંબઈથી શેઠ હીરાભાઈ પુરુષોત્તમદાસ તથા રમણલાલ શેઠ વિ. અને બીજેથી પણ અનેક ભક્તિવાળા ભાઈ બેને આવ્યાં અને તેમના મૃતદેહનાં આખરી દર્શન કર્યા.
જય જય નન્દા ને જય જય ભટ્ટાના અવાજે સાથે એમને દેહ પણ ચાલ્યું ગયે.