________________
૧૧૪
મન તેહ સુહાય. ધન્ય છે ૧૧ સંયમઠાણ વિચારી જોતાં, જે ન લહે નિજ સાખેં, તે જુઠું બોલીને દુર્મતિ, શું સાધે ગુણ પાખં. ધન્ય છે ૧૨ આ નવિ માયા ધર્મો નવિ કહેવું, પરજનની અનુવૃત્તિ, ધર્મ, વચન આગમમાં કહિયે, કપટ રહિત મનવૃત્તિ. ધન્ય છે ૧૩ સંયમ વિણ સંચિતતા થાપે, પાપશ્રમણ તે ભાખ્યો, ઉત્તરાધ્યયને સરલ સ્વભાવે, શુદ્ધ પ્રરૂપક દાખે. ધન્યો ૧૪એક બાલ પણ કિરિયાનયે તે, જ્ઞાનનયે નવિ બાલા, સેવા યોગ્ય સુસંયત તે, બોલે ઉપદેશ માલા ધન્યાપા કિરિયાયે પણ એક બાળ તે, જે લિંગી મુનિરાગી, જ્ઞાનયોગમાં જ મન વર્તે, તે કિરિયા સોભાગી. ધન્ય છે ૧૬ બાલાદિક અનુકૂલ કિરિયાથી, આપે ઈચ્છાયોગી, અધ્યાતમમુખ યોગ અભ્યાસે, કેમ નવિ કહીયે યેગી. ધન્ય છે ૧૭ ઉચિત કિયિા નિજ શક્તિ છડી, જે અતિવેગે ચડતે, તે ભવસ્થિતિ પરિપાક થયા વિણ, જગમાં દિસે પડતે. ધન્ય છે ૧૮ માચે મોટાઈમાં જે મુનિ,ચલવે ડાકડમાલા, શુદ્ધ પરૂપણ ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહમાલા, ધન્ય છે ૧૯ નિગણ સંચે મન નવિ ખંચે, ગ્રંથ ભણી જન વંચે, લુંચે કેશ ન મુંચે માયા, તો વ્રત ન રહે પંચે. ધન્ય છે ર૦ છે