________________
સ્તવન
એમ બેઈદ્રિય જીવ, જે મેં દુહવ્યા,
તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ઉદેહી જ લીખ, માંકડ મેકેડા,
ચાંચડી કીડી કુંથુઆ એ ૯ ગહિયાં ઘીમેલ, કાનખજુરડા,
ગીંગોડા ધ ને રિયાં એ, એમ તેઈદ્રિય જીવ, જે મેં દુહવ્યા,
તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૧૦ માંખી મચ્છર ડાંસ, મસા પતંગિયાં,
કંસારી કેલિયાવડા એક ઢીંકણ વીંછુ તીડ, ભમરા ભમરીને
કેતાં બગ ખડમાંકડી એ. એમ ચરિંદ્રિય જીવ, જે મેં દુહવ્યા,
તે મુજ મિચ્છામિ દુક્કડં એ. જળમાં નાખી જળ, જળચર દુહવ્યા,
વનમાં મૃગ સંતાપિયા એ. પડ્યા પંખી જીવ, પાડી પાશમાં,
પોપટ ઘાલ્યા પાંજરે એક એમ પંચંદ્રિય જીવ, જે મેં દુહવ્યા.
તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૧૩
ઢાળ ત્રીજી [સુણુ જિનવર શેત્રુંજા ધણીજી–એ દેશી] ક્રોધ લોભ ભય હાસ્યથીજી, બોલ્યા-વચન અસત્ય,