________________
શ્રી જીવણવિજ્યજી કૃત ચોવીસી ૧. શ્રી આદિનાથ જિન સ્તવન
[દેશી–ગોડીની ] મોહે મન-મધુકર ગુણ-ફૂલ
સાહેબજી ઉડા ઊડે નહિ છે, પ્રભુ મૂરતિ અતિહિ અમૂલ,
સા. નયણ ઠરે દીઠે સહી છે. ૧ મળવા મનમેં મારી છે આશ,
સા. પણ કમ અશુભવીસી ઘણાં છે, વિસાવીસ અ છે વિશ્વાસ,
સા. તુજથી તાપ જાશે ચેતન તણા છે. ૨ કઈ પૂર્વ ભવાંતર નેહ,
સા. આવી બન્યો રે તુમથી ઘણે છે, તિણે દાખો રખે પ્રભુ છે,
સા. હાજર બંદે હું છું જિનતણે છે. ૩ જાણે વલી વેલા જે મુઝ,
સા. તે ઢીલ ઘડી કરતા રખે છે, વાહા વાત કહી જે મેં ગુજ,
સા. હેત ધરી હિયડે લખે છે. ૪ તું તે નાજૂક નાભિને નંદ,
સા. આવિકરણ આવીસરૂ જી. એ તે મરુદેવી સુત સુખકંદ,
સા. જીવવિજયને જયકરૂ જી. ૫