________________
૧૦૨
પરિશિષ્ટ-૨
પરનારી સાથે પ્રીત પિયુડા, કહે કેણ પરે કિજીયે, ઊંઘ વેચી આપણી, ઉજાગર કેમ લીજીયે; કાછડી છૂટો કહે લંપટ, લેક માંહે લાજીયે, કુળ વિષે ખાંપણ રખે લાગે, સગામાં કેમ ગાજીયે. ૧
પ્રીત કરતાં રે, પહેલાં અહીજીએ;
રખે કઈ જાણે રે, મનશું પૂજીએ. ધ્રુજીએ મનશું ગૂરીએ પણ, જેગ મળ છે નહીં, રાત-દિન વિલપતાં જાયે, અવટાઈ મરવું છે સહી નિજ નારીથી સંતોષ ન વળે, પરનારીથી કહે શું હશે, ભયે ભાણે તૃપ્તિ ન વળી, તે એંઠ ચાટ્વે શું થશે? ૨
મૃગતૃષ્ણાથી રે તૃષ્ણા નહીં ટળે;
વેળુ પિલ્યાં રે તેલ ન નીકળે. ન નીકળે પાણી વલોવતાં, લવલેશ માખણને વળી, બૂડતા બચકા લહિયા કેણે, તે તર્યા વાત ન સાંભળી; તેમ નારી રમતાં પર તણી, સંતોષ ન વળે એક ઘડી, ચિત્ત ચટપટી ઉચ્ચાટ થાવે, નયણે નાવે નિંદડી. ૩
જે પેટ રે રંગ પતંગને;
તે મટડો રે પરસ્ત્રી સંગનો. પરનારી સાથે પ્રેમ પિયુડા, રખે તું જાણે ખરો, દિન ચાર રંગ સુરંગ રૂડે, પછી નહીં રહે નિધરે; જે ઘણા સાથે નેહ માંડે, છાંડ તેહશું વાતડી, એમ જાણું મ મ કરતા હતા, પરનારી સાથે પ્રીતડી. ૪