Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 9
________________ પ્રશસિત પુસ્તક બી જામાં સૂચવ્યા પ્રમાણે આ તૃતીય વિભાગના નિવેદનને પણ (અ) ભૂમિકા અને (આ) પ્રસ્તાવના-એમ બે વિભાગે વહેંચી નાંખવું રહે છે. (૫) ભૂમિકા પુસ્તક પહેલું ઈ. સ. ૧૯૩૫માં અને બીજું ૧૯૩૬માં બહાર પડી ગયું છે. જ્યારે આ ત્રીજું ૧૯૩૭માં પ્રગટ થાય છે. પુ. ૧ની પ્રશસ્તિમાં ૧૧ થી ૩૨ સુધીનાં ૨૧ અને ૫. રમાં ૧૧ થી ૧૪ સુધીના ૪ પૃષોમાં, વાચકવર્ગના મનમાં ઉભી થનાર અનેક શંકાઓને ખ્યાલ રાખીને મેં તેના રદિયા આપી દીધા છે, જેથી આ પુસ્તકમાં તે બે ભાગ જેવું લાંબુ વિવેચન કરવા હવે જરૂર રહેતી નથી. અત્રે તે એટલોજ હવાલે. આપવાનું કે તેમણે કૃપા કરીને ઉપર દર્શાવેલ અને વિભાગનાં પૃષોનાં વાંચનથી પોતપોતાના મનમાં ઉઠતા પ્રશ્નોને ખુલાસો મેળવી લેવો. જેમ જેમ સમય જતે જાય છે તેમ તેમ ચર્ચાઓ થતી સંભળાય છે અને વાંચવામાં પણ આવે છે. તે અનેક દષ્ટિપૂર્ણ છે. બીજાની સાથે મારે સંબંધ નથી. પણ જે એક બે મુદ્દા તેમાંથી વિચારવા યોગ્ય લાગે છે તે અત્રે જણાવીશ. તેમાં પ્રથમ મુદ્દો ધર્મની બાબતને છે. તે સંબંધમાં બે દષ્ટિકોણ રજુ થાય છે. એક એમ કહે છે કે, ધર્મને આટલી બધી અગત્યના શામાટે અપાય છે ! (જુઓ આ પુસ્તકે પૃ. ૨૪૬ તથા પૃ. ર૭૮) બીજે કહે છે કે, પક્ષપાતીપણે મેં કામ લીધું છે (પુ.૧ પ્રસ્તા, પૃ. ૨૬, પુર પૃ. ૧૩ તથા તેના મુખપૃથ્ય ઉતારેલ મુદ્રાલેખ જુઓ) જ્યારે બીજો મુદ્દો નવીનતાને છે. તે વિશેને મારે ખુલાસો નીચે પ્રમાણે જણાવું છું. મેટા પુરૂનાં વાક્ય વચનને વેદવાકય લખવાની (પુ. ૧ પ્રસ્તા. પૃ. ૨૦) તથા નવીન વિચાર કરનારના ઉપર તડાપીટ થવાની (તેજ પુસ્તક પૃ. ૨૫ તેમજ આ પુસ્તકે પૃ. ૩૫૮ ટી. નં. ૩૦) સ્થિતિ વિશે કાંઈક ખ્યાલ મેં આખે છેજઃ જેમાં એક ખાસ ધ્યાન ખેંચવા યોગ્ય લાગ્યાથી અત્રે ટૂંકમાં જણાવીશ. મારું પ્રથમ પુસ્તક ૧૯૩૫ના માર્ચમાં બહાર પડયું હતું. તેમાંથી ૨૭ પ્રશ્નો ઉપસ્થિત કરી, અમારા સંપ્રદાયના એક પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી ઇંદ્રવિજયસૂરિજીએ “જૈન” સાપ્તાહિકમાં ૨૩-૨-૩૬ના રોજ (તેમજ એક બે અન્ય પત્રોમાં તેજ અરસામાં) મને ઉદ્દેશીને ખુલાસા પૂછયા હતા. જેના ઉત્તર તેજ પત્રમાં મેં છાપવા મોકલી આપ્યા હતા, જે તા. ૧૯-૪-૩૬ના ૧ વર્તમાનકાળે અપાતી કેળવણીમાં ધર્મતત્વના શિક્ષણનો અભાવ હોવાને લીધે આપણું યુવકનું માનસ આપણે સમાજની પરિસ્થિતિને જે બંધબેતું થતું નથી તે રિથતિ માટે મુખ્યપણે જવાબદાર છે. એમ કેળવણીકારોને હવે ખાત્રી થતી જાય છે. જ્યારે પ્રાચીન સમયના રાજાઓને તથા સમાજ નેતાઓને તે સ્થિતિ જાણીતી હોવાથી તે ઉપર તેઓ પ્રથમથી જ વિશેષ વજન આપતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 502