________________
મુખથી સાંભળ્યું : “આ ગુરુ મહારાજ પેથડમંત્રીના માંડવગઢમાં જાય છે.” તે સાંભળી તેણે વિચાર કર્યો: “જો હું ગુરુના આગમનની વધામણી મંત્રીને આપું તો મને ઘણું ધન મળે.'- આ પ્રમાણે વિચારીને તે લોભથી ચાલ્યો. એક રાત્રિ અને એક દિવસ પગે ચાલી સોળ યોજનને ઓળંગી તે માંડવગઢમાં આવ્યો, અને પેથડને તેણે આ પ્રમાણે કહ્યું : “અગુરુ એવા કાષ્ઠને પણ અગ્નિ બાળી નાંખે છે, તેથી હે મંત્રીશ્વર ! તમે આ લોક અને પરલોકમાં સુખ આપનાર એવા ગુરુનો આશ્રય કર્યો છે, તે ઘણું સારું કર્યું છે. જેઓ પોતાના ગુરુની ખબર, પ્રશંસા કે નામ સાંભળીને પણ હર્ષથી મોટું ઈનામ આપે છે, તે પુરુષોને ધન્ય છે. આ કારણથી જ ગુરુ અને માતાપિતાને દીપકરૂપ અને વહાણરૂપ કહ્યાં છે. તેમના અનૃણપણામાંઉપકારનો બદલો વાળવામાં-આવું કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. તેથી હું તમને આજે વધામણી આપું છું : તમારા મોટા પુણ્યથી આકર્ષિત થયેલા શ્રી ઘર્મઘોષ નામના સૂરિ મહારાજ અહીં પધારવાના છે.”- આ પ્રમાણે કાનને રસાયણ સમાન અકસ્માત્ ગુરુનું આગમન સાંભળીને તે પ્રધાને દાંતને સ્થાને હીરા સહિતની સુવર્ણની જિલ્લો ઈનામમાં આપી તથા પાંચ અંગનાં વસ્ત્રો, અશ્વ અને સમૃદ્ધિવાળું એકર ગામ આપ્યું. તે પછી તત્કાળ સામેતાદિકની સાથે તે ઊભો થયો અને પોતાના માણસોને ઘણા આશ્ચર્યવાળી પ્રવેશ-મહોત્સવની તૈયારી કરવાનું કહી પોતે રાજા પાસે ગયો. પ્રધાને રાજાને શ્રી ગુરુના
૧. ગુરુ વિનાના; પક્ષે અગર નામનું કાષ્ઠ. ૨. તે રહેતો હતો તે જ . ૭૩
- આ. શ્રી ધર્મઘોષસૂરિના પ્રવેશોત્સવ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org