Book Title: Pethadkumar Charitra
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 243
________________ મૂળ તો એનું નામ દેવગિરિ હતું. એનો આદિ ઇતિહાસ કંઈક અસ્પષ્ટ છે. મનાય છે કે રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ દેવગિરિનો કિલ્લો બંધાવેલો........ એમાંના એક સિંધને યાદવ નામે રાજવંશ સ્થાપ્યો. આ સિંધન પહેલાના પૌત્ર મિલમે (ભિલ્લમે) ઈ. સ. ૧૧૮૭માં દેવગિરિમાં પોતાનું પાટનગર સ્થાપેલું. દેવગિરિના જ્ઞાત ઇતિહાસનો અહીંથી આરંભ થાય છે.............” નવમા યાદવ રાજા રામચંદ્ર કે રામદેવના સમયમાં ઈ. ૧૨૯૪માં-દિલ્હીના શાહજાદા અલાઉદ્દીન ખિલજીએ દેવગિરિ પર ચડાઈ કરી. દક્ષિણ પરનું એ પહેલું મુસ્લિમ આક્રમણ હતું. અલાઉદ્દીન યુદ્ધમાં તો દેવગિરિનો દુર્ગ જીતી ન શક્યો, પણ એના ઘેરાને કારણે પુરવઠાની ખેંચ પડતાં રામદેવને સંધિ સ્વીકારવી પડી. ...........” રામદેવના મૃત્યુ પછી એના પુત્ર શંકરદેવ તથા એના જમાઈ હરપાલદેવે ખિલજી સામે બંડ કર્યું એમણે મુસ્લિમોને હાંકી કાઢયા. ઈ. ૧૩૧૮માં ખિલજીના પુત્ર સુલતાના કુબુદ્દીન મુબારકે ચડાઈ કરી એમને કપટથી હરાવ્યા અને એમની ચામડી ઉતરડાવી લઈ ક્રૂરતાથી મારી નાખ્યા. .... ... ..'' ‘એના જ એક હલકટ સાથી ખુશરૂખાને એને મારીને દિલ્હીની ગાદી હાથ કરેલી. અને થોડા જ સમય પછી ખુશરૂખાનને મારીને એક તુર્ક સરદાર ગાઝી મલિક તઘલખ શાહના નામે ગાદીએ બેઠો. દિલ્હીની આ રાજખટપટનો લાભ લઈ દક્ષિણે માથું ઊંચકવા માંડયું પુરવણી-૪ ૨૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252