________________
એના છેડે આપણા ઘરના સામાન્ય કદના દરવાજાથી થોડું મોટું એવું દ્વાર છે. આ કાર મંદિરની આસપાસ બાંધેલા મંદિરના કોટમાં છે. કોટ બહુ ઊંચો નથી. પ્રવેશતાં જ અંદર વિશાળ ચોક જોવા મળે છે, તેમાં પૂર્વાભિમુખ મોટું મંદિર છે. કોટની બીજી દિશાઓમાં પણ દ્વાર છે. મંદિરની મૂળ રચનામાં પાછળથી ઘણા ફેરફાર મુસ્લિમ શાસકોએ કર્યા જણાય છે. મંદિર ઉપર જે અર્ધગોળ ઘુમટ છે તે પણ મંદિરનું મસ્જિદમાં રૂપાંતર કરતાં કરેલો છે. અસલમાં ત્યાં શિખર હતાં. આ રીતે રૂપાંતર કરવામાં મંદિર સન્મુખનો વિશાળ ચોક પણ સંભવતઃ અસલની રચનાઓ હટાવીને કર્યો હોઈ શકે, જેનો ઉપયોગ ઈદ વગેરે જેવા મુસ્લિમ તહેવારોમાં મોટી નમાજ પઢવા માટે થતો હશે. મંદિરમાં અનેક સ્તંભો છે. સામાન્યતઃ અસલ મુસ્લિમ મસિજદોમાં આટલા બધા સ્તંભો બહુ ઓછા સ્થળે જોવા મળે છે. મંદિરના સમુખદર્શનમાં જે ત્રણ આગળ પડતા દરવાજા જેવી રચના છે, એ પણ કદાચ મૂળ મંદિરના આગળના ભાગને તોડી પાડીને આગળનો સમગ્ર ભાગ ખુલ્લો કરીને બનાવી હશે. આજે જે મોટો ચોક છે, તેના ઘણા ભાગ ઉપર અગાઉ મંદિરના અગ્ર ભાગની રચનાઓ પણ કદાચ હોઈ શકે, અને ફોટામાં જે ખંડિત સ્તંભ દેખાય છે ત્યાં સુધી એ વિસ્તરેલી પણ હોઈ શકે. આ સ્તંભના ધીંગા સ્વરૂપ પરથી કલ્પી શકાય કે, જે અસલ સ્થાપત્ય-રચનાનું એ અંગ હશે એ રચના પણ નાની નહીં હોય. આ મંદિર મૂળ જૈન મંદિર હતું એમ મનાય છે. દેવગિરિમાં ઝવેરાતનો વેપાર પણ પેથડકુમાર ચરિત્ર
૨૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org