Book Title: Pethadkumar Charitra
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 250
________________ તથા શ્રી અચલ ઠક્કરે પણ ત્યાં જિનમંદિરો બંધાવ્યાં હતાં. (૨) શ્રી પેથડશાહના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા વિ. સં. ૧૩૩૫માં થઈ હતી અને “વિવિધ તીર્થકલ્પ''ની રચના વિ. સં. ૧૩૮૯માં પૂરી થઈ હતી, એટલે વિ. સં. ૧૩૩પ અને વિ. સં. ૧૩૮૯ની વચ્ચેના કોઈ સમયમાં દોલતાબાદનાં જિનાલયો ઉપર આક્રમણ કરવાનો વિચાર મુસલમાનોએ કર્યો હોવો જોઈએ, જે, સદ્ભાગ્યે, શાસનપ્રભાવક આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજીના પ્રયત્નથી અમલી બની શક્યો ન હતો અને એ જિનમંદિરો ખંડિત થતાં બચી ગયાં હતાં. (૩) શ્રી જિનપ્રભસૂરિજી ખરતરગચ્છના આચાર્ય છે; જે ‘વિવિધ તીર્થકલ્પ''ના કર્તા છે. તેઓએ જ આ આક્રમણને રોક્યું હતું. વિ. સં. ૧૩૭૧માં શ્રી શત્રુંજયનો પંદરમો ઉદ્ધાર કરનાર સમરાશાહ ઓશવાળે બાદશાહ પાસેથી ફરમાન કઢાવીને શ્રી જિનપ્રભસૂરિજી સાથે અનેક તીર્થની યાત્રા કરી હતી. તે ફરમાનના બળે જ તેઓએ દોલતાબાદના મંદિરોનું રક્ષણ કર્યું હોવું જોઈએ. (જુઓ, જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૪૨૭). (૪) શ્રી બિહારીલાલભાઈ ટાંકે પોતાના ઉપર નોંધેલ લેખમાં શ્રી મહમ્મદ બિન તઘલખે (મહમ્મદ ગાંડાએ) સને ૧૩૩૯માં પોતાની રાજધાની દિલ્લીમાંથી દેવગિરિમાં બદલી હતી અને એને દોલતાબાદ નામ આપ્યું હતું એમ લખ્યું છે. આ રીતે ઈ. સ. ૧૩૩૯ એટલે રર૧ પુરવણી-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252